હેરી પોર્ટર સ્ટાર પૉલ રિટરનું નિધન, 54 વર્ષે બ્રેઈન ટ્યૂમરથી હારી ગયા જિંદગીની જંગ


Updated: April 7, 2021, 2:23 PM IST
હેરી પોર્ટર સ્ટાર પૉલ રિટરનું નિધન, 54 વર્ષે બ્રેઈન ટ્યૂમરથી હારી ગયા જિંદગીની જંગ
‘હાફ બ્લડ પ્રિંસ’ અને ‘ક્વાંટમ ઓફ સોલેસ’માં તેમણે ખૂબ જ સારો અભિનય કર્યો હતો.

‘હાફ બ્લડ પ્રિંસ’ અને ‘ક્વાંટમ ઓફ સોલેસ’માં તેમણે ખૂબ જ સારો અભિનય કર્યો હતો.

  • Share this:
‘હેરી પૉટર’ (Harry Potter) અને ‘જેમ્સ બોન્ડ’ (James Bond) ફિલ્મના સ્ટાર પૉલ રિટરનું (Paul Ritter) સોમવારે નિધન થયું છે. 54 વર્ષના પૉલ રિટર ઘણા સમયથી બ્રેઈન ટ્યૂમરથી પીડાઈ રહ્યા હતા. પૉલ રિટરના નિધનથી હોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખાલીપો વર્તાઈ રહ્યો છે. તેમના નિધનના સમાચાર આવ્યા બાદ તેમના ફેન્સ સોશ્યલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.

પૉલ રિટરના નિધન બાદ હવે તેમના પરિવારમાં તેમની પત્ની પોલી અને પુત્ર ફ્રૈંક તથા નોઆહ છે. ‘હેરી પૉટર’માં વિઝર્ડ એલ્ડરેડ વોર્પલેનું પાત્ર ભજવવા માટે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. પૉલ રિટરના પ્રતિનિધિએ તેમના નિધન અંગે એક ચેનલ પર દુખ વ્યક્ત કર્યું હતું તથા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બ્રેઈન ટ્યૂમરથી પીડાઈ રહ્યા હતા.

પૉલ રિટર એક પ્રતિભાશાળી અભિનેતાની સાથે એક બુદ્ધિમાન, ઉદાર દિલ અને મજાકિયા વ્યક્તિ પણ હતા. તેમણે અનેક પ્રકારના પાત્ર ભજવ્યા છે તથા સિનેમાની સાથે સાથે થિયેટરમાં પણ કામ કરતા હતા. તેમણે ઓન સ્ક્રીન અને સ્ટેજ પર ઘણું સારુ કામ કર્યું છે, તે હંમેશા લોકોના દિલમાં જીવતા રહેશે.

વડોદરા: Covid પોઝિટિવ ગ્રાહક અચાનક ઢળી પડતા દુકાનદારે બચાવ્યો જીવ, Video CCTVમાં કેદ

પૉલ રિટરને કોરમ બોય પ્લે માટે વર્ષ 2006માં ઓલિવર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. નૌરમેન કૉન્ક્વેસ્ટ પ્લેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ‘ધ ગેમ’ ફિલ્મમાં પણ તેમણે ખૂબ સારો અભિનય કર્યો છે. આ સ્પાઈથ્રિલર ફિલ્મ વર્ષ 2014માં ટોબી વ્હિટહાઉસ દ્વારા લખવામાં આવી હતી. વર્ષ 2019માં ફિલ્મ ‘ચેર્નોબિલ’માં અનાતોલી ડાયટાલોવના રૂપે પૉલ રિટરે ખૂબ સારો અભિનય કર્યો હતો. આ ફિલ્મને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.

નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ: અમદાવાદમાં 20 માર્ચે લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયા

પૉલ રિટર તેમના દમદાર અભિનય દ્વારા લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ‘હાફ બ્લડ પ્રિંસ’ અને ‘ક્વાંટમ ઓફ સોલેસ’માં તેમણે ખૂબ જ સારો અભિનય કર્યો હતો, જે આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. ‘ફ્રાઈડે નાઈટ ડિનર’ના ક્રિએટર રોબર્ટ પૉપરે તેમના નિધન પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પૉલ એક ખૂબ જ સારા અને અદભુત માણસ હતા.
First published: April 7, 2021, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading