'ફૂકરે'નાં ડિરેક્ટરે બનાવી એડવેન્ચર કોમેડી ‘હેલો ચાર્લી’, જુઓ રણબીરનાં ભાઇ આદાર જૈનની ફિલ્મનું ટ્રેલર


Updated: March 23, 2021, 2:04 PM IST
'ફૂકરે'નાં ડિરેક્ટરે બનાવી એડવેન્ચર કોમેડી ‘હેલો ચાર્લી’, જુઓ રણબીરનાં ભાઇ આદાર જૈનની ફિલ્મનું  ટ્રેલર
હેલો ચાર્લીનું ટ્રેલર રિલીઝ

આદારે કહ્યું કે, હું ટ્રેલર રિલીઝ થવા પર હું ખૂબ જ ઉત્સુક છું. હવે દર્શકોને ‘હેલો ચાર્લી’ની પ્રથમ ઝલક જોવા મળશે. જૈકી સર, ફરહાન સર, રિતેશ સર, પંકજ સર, શ્લોકા અને ટીમના અન્ય સદસ્યોની સાથે મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ”

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આદર જૈનની પહેલી ફિલ્મ ‘કેદી બેન્ડ’ ફ્લોપ થયા બાદ હવે તેઓ ‘હેલો ચાર્લી’ ફિલ્મ દ્વારા દર્શકોનું દિલ જીતવાની કોશિશ કરી રહ્યા છે. ફિલ્મ ‘હેલો ચાર્લી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ 9 એપ્રિલે એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. આદર જૈન આ ફિલ્મમાં ગોરિલા સાથે કોમેડી કરતા જોવા મળશે.

આ કોમેડી ફિલ્મમાં જેકી શ્રોફ, એલનાજ નૌરોજી અને રાજપાલ યાદવ સાથે અભિનેત્રી શ્લોકા પંડિત ડેબ્યૂ કરીને આ ફિલ્મમાં પ્રમુખ ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પંકજ સારસ્વતે કર્યું છે અને રિતેશ સિધવાનીએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ટ્રેલરમાં ગોરિલા ટોટો અને માસૂમ ચાર્લી આદર જૈનની કેમિસ્ટ્રી અને મજેદાર વાતો જોવા મળે છે.

અભિનેતા જેકી શ્રોફ આ ફિલ્મ વિશે જણાવે છે કે, “કોઈપણ કોમેડી ફિલ્મમાં કામ કરતા મને ખૂબ જ આનંદ થાય છે, આ પ્રકારની ફિલ્મ કરવી કોઈ સામાન્ય વાત નથી. આ પ્રકારની મુશ્કેલભરી ફિલ્મને ખૂબ જ સરળતાથી બનાવવાનો શ્રેય નિર્દેશક અને ટેકનિકલ ટીમને ફાળે જાય છે. આ ફિલ્મમાંની ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. ફરહાન, રિતેશ અને પંકજ એ ત્રણેયની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ સારા સર્જકોમાં થાય છે. બીજી તરફ શ્લોકા સાથે કામ કરવું ખૂબ જ અનહદ અનુભવ હતો. ફિલ્મના સેટ પર તે ખૂબ જ એનર્જી સાથે કામ કરે છે, તેનું કામ વખાણવા લાયક છે. એ વાતની ખુશી છે કે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ગ્લોબલી સીરિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમને ખૂબ જ પસંદ આવશે.”ફિલ્મના હીરો આદર જૈને ટ્રેલર રિલીઝ થવા પર જણાવ્યું કે, “ટ્રેલર રિલીઝ થવા પર હું ખૂબ જ ઉત્સુક છું. હવે દર્શકોને ‘હેલો ચાર્લી’ની પ્રથમ ઝલક જોવા મળશે. જૈકી સર, ફરહાન સર, રિતેશ સર, પંકજ સર, શ્લોકા અને ટીમના અન્ય સદસ્યોની સાથે મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ”
First published: March 23, 2021, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading