હીરોપંતી 2માં ટાઇગરના એક્શન સાથે એ આર રહેમાનના સંગીતની જુગલબંધી જામશે, ક્યારે થશે રીલિઝ?


Updated: March 17, 2021, 6:34 PM IST
હીરોપંતી 2માં ટાઇગરના એક્શન સાથે એ આર રહેમાનના સંગીતની જુગલબંધી જામશે, ક્યારે થશે રીલિઝ?
ફાઈલ ફોટો

ટાઇગર શ્રોફે પણ સોશ્યલ મીડિયામાં આ ન્યુઝ શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે, સુપ્રસિદ્ધ ઉસ્તાદ સાથે કામ કરવાનું મને સન્માન મળ્યું છે.

  • Share this:
ટાઇગર શ્રોફની હીરોપંતી ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી. જેથી હવે તે ફિલ્મની સિકવલ એટલે કે હીરોપંતી-2ની તૈયારીઓ ચાલી રહી છે. અહેમદ ખાનની હીરોપંતી-2માં એ આર રહેમાન સંગીત આપશે. જ્યારે ગીતકાર મહેબૂબ છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે ફિલ્મ 'હીરોપંતી-2' આગામી 3 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ શકે છે. ત્યાર બાદ ટાઇગર શ્રોફે પણ સોશ્યલ મીડિયામાં આ ન્યુઝ શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે, સુપ્રસિદ્ધ ઉસ્તાદ સાથે કામ કરવાનું મને સન્માન મળ્યું છે.

આ પણ વાંચોયે રિશ્તા ક્યા કહલાતા હૈ! સેક્સ ડોલ સાથે છેડો ફાડી નવી ડોલ સાથે ઘર માંડશે બોડી બિલ્ડર, કેમ સંબંધ બગડ્યો?

નોંધનીય છે કે, ટાઇગર શ્રોફે 2014માં હીરોપંતીથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન શબ્બીર ખાને કર્યું હતું. તેણે હીરોપંતી-2 અંગે જાહેરાત કરતા પોસ્ટ કરી હતી કે, મારો પ્રથમ પ્રેમ પાછો આવી ગયો છે. ક્યારેય ના થઇ હોય તેવી એક્શન થ્રિલ જોવા મળશે. ચાલો ત્રીજી ડિસેમ્બરે ભેગા થઈને સિનેમાઘરોમાં તેની ઉજવણી કરીશું. આ ફિલ્મમાં ટાઇગર સાથે લીડ રોલમાં તારા સુતરિયા જોવા મળશે. તે 2019માં સ્ટુડન્ટ ઓફ ધી યરમાં ટાઇગર સાથે જોવા મળી હતી.

આ પણ વાંચો - Jio, Airtel અને Viના આ પ્લાનમાં ફ્રી મળી રહ્યું છે Netflix અને Amazon Primeનું સબસ્ક્રિપ્શન!

ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી તારાએ પણ પોતે ફિલ્મનો હિસ્સો હોવાની જાહેરાત કરી હતી. ટાઇગર બોલિવૂડમાં એક્શન સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. હીરોપંતી ફિલ્મના ડાયરેક્ટર શબ્બીર ખાને ઇન્ડિયન એક્સસ્પ્રેસ ડોટ કોમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ટાઇગર એક્શન ડીરેક્ટરનો માનીતો છે. જ્યારે એકશન ડિરેક્ટર કંઈક નવું કરવા ઈચ્છે, ત્યારે ટાઇગર એક એવા કલાકાર તરીકે સામે આવે છે જે તે કરે છે અને પામીને બતાવે છે. ટાઇગરના મોઢે એવું ક્યારેય નથી આવ્યી કે, 'આ અઘરું છે, હું નહીં કરી શકું.'
First published: March 17, 2021, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading