રાજકુમાર રાવનું ઘર તેના ભૂતકાળ અને વ્યક્તિત્વની મહાન બાબતોનું પ્રતિબિંબિત આપે છે

News18 Gujarati
Updated: April 5, 2021, 8:51 PM IST
રાજકુમાર રાવનું ઘર તેના ભૂતકાળ અને વ્યક્તિત્વની મહાન બાબતોનું પ્રતિબિંબિત આપે છે
ફાઈલ તસવીર

છઠ્ઠા એપિસોડમાં રાજકુમર રાવનો વારો આવે છે કે જે દર્શકોને મુંબઈના તેમના ભવ્ય નિવાસ સ્થાને આમંત્રિત કરે છે.

  • Share this:
લોકપ્રિય વેબ શો 'Asian Paints Where The Heart Is'ની 4થી સિઝન દર્શકોને ભારતની કેટલીક મોટી હસ્તીઓના ઘરની એક અનોખી ઝલક આપે છે. એવું ઘર કે જેમાં ખાસ સજાવટની તેમની પસંદગી એ તેમના વ્યક્તિત્વ અને તેમના પરિવારની પરિભાષા, પ્રેમ અને સંપને સાથે કેવી રીતે જોડે છે તેનો એક પ્રતિબિંબ આપે છે. છઠ્ઠા એપિસોડમાં રાજકુમર રાવનો વારો આવે છે કે જે દર્શકોને મુંબઈના તેમના ભવ્ય નિવાસ સ્થાને આમંત્રિત કરે છે. એક એવું ઘરે કે જ્યાંનો દરેક ખૂણો ક્લાસ અને ક્રિએટિવિટીથી ભરપૂર છે કે જેના માટે આપણાં ચાહીતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા લોકપ્રિય છે.

રાજકુમાર રાવના ઘરની પ્રેરણાદાયક છબીઓ આ ઘરને તેમના માટે એક શ્રેષ્ટ ઘર બનાવે છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન અને ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે શાંતિ અને સુલેહના મહત્વને પુષ્ટિ આપે છે. ઘરની હૂંફ અને આરામ રાજકુમારના ઘરે રહેવાના અને તેના સર્જનાત્મકતા માટેના પ્રેમને પૂરું પાડે છે, ત્યારેજ ગુડગાંવના ઘરે શરૂ થયેલી તેની મુસાફરીનું એક સીમાચિહ્ન પણ આપે છે, જ્યાં તે 16 સભ્યો સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ભારતના શ્રેષ્ઠ અભિનેતાઓ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત થયેલ, રાજકુમાર રાવનું ઘર પણ તેમના માટે ઉપલબ્ધ પ્રતિબિંબ અને આત્મ-પરિપૂર્ણતા માટેનું વિશાળ અવકાશ આવરી લે છે.

આ સ્પ્લિટ લેવલ એપાર્ટમેન્ટ બે ભાગમાં વિભાજિત છે. ઉપરના ભાગમાં રાજકુમારના મનપસંદ મનોરંજન અને વ્યવસાયની સુવિધા છે, જ્યારે નીચલા ભાગમાં વધુ સુસંગત વ્યક્તિગત ગોઠવણી કરેલ છે. ઘરની ડિઝાઇનની વિગતો કાળજીપૂર્વક રચાયેલ આર્ટવર્ક અને આકર્ષક કલર પેટર્નને ખૂબ સરસ રીતે જોડે છે જે તમારું ધ્યાન ચોક્કાશ ખેંચશે. ઘરનું ફર્નિશિંગ પણ ડિઝાઇન તત્વો સાથે મેળ ખાય છે, જે ઘરના દરેક ખૂણાને એક અલગ શૈલી પ્રદાન કરે છે. આ દરેક વિગતો રાજકુમાર રાવના વિવિધ મૂડ સાથે મેળ ખાય છે, અને સાચા અર્થમાં તેમના ઘરને મોટા દિલનું ઘર બનાવે છે.

રાજકુમાર રાવ અને તેના પ્રિય કૂતરા ગાગાને અહીં જુઓ, જે તમને તેમના ઘર અને તે ઘરમાં તેના જીવનની ખાસ મુલાકાત પર લઈ જાય છે.


'Asian Paints Where The Heart Is Season 4 'માં દર્શાવવામાં આવેલી અન્ય હસ્તીઓમાં શંકર મહાદેવન, તમન્ના ભાટિયા, અનિતા ડોંગ્રે, સ્મૃતિ મંધાના, પ્રતીક કુહાડ અને બહેનો શક્તિ અને મુક્તિ મોહન જેવા લોકોનો સમાવેશ થાય છે, જેમણે તેમના ઘરના દરવાજા ખોલ્યા અને તેમના ઘરની યાદો ઘર સાથે તેમના વિશેષ ભાવનાત્મક જોડાણો વિષે ચર્ચા કરી. આ ખ્યાતનામ વ્યક્તિઓની જીવનશૈલી અને તેમના વ્યક્તિગત દેખાવ જ છે જેણે ‘Asian Paints Where The Heart Is’ ની અગાઉની ત્રણ સીઝનમાં લગભગ 250 મિલિયન વ્યૂ મેળવવામાં મદદ કરી છે. અને હવે અમે 4થી સીઝન સાથે જીવનમાં વધુ કેટલાક ઘરેલુ જાદુ લાવવા માટે તૈયાર છીએ!
Published by: ankit patel
First published: April 5, 2021, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading