પોન્ઝી સ્કીમમાં છેતરપિંડીના આરોપ હેઠળ હોલિવૂડ એક્ટર Zach Averyની ધરપકડ


Updated: April 8, 2021, 12:17 PM IST
પોન્ઝી સ્કીમમાં છેતરપિંડીના આરોપ હેઠળ હોલિવૂડ એક્ટર Zach Averyની ધરપકડ
એક્ટર જેક એવરી

સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશને સફાઈ આપતા કહ્યું છે કે, જેક એવરીનું અસલી નામ જાચરી હૉર્વીટઝ છે. જેકે આ સ્કીમ 2015માં શરુ કરી હતી અને રોકાણકારોને 35 ટકાથી વધુ રિટર્ન આપવાનો વાયદો કર્યો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમેરિકન એક્ટર જેક એવરીને લોસ એંજલસ ખાતે FBIના એજન્ટ્સે એરેસ્ટ કર્યો છે. જેક પર કથિત રીતે એક પોન્ઝી સ્કીમના માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લાગ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેકે પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઇલ જીવવા માટે આ સ્કીમ શરુ કરી હતી. આ સ્કીમ દ્વારા જેકે રોકાણકારો સાથે સેંકડો મિલિયન ડોલરની છેતરપિંડી આચરી છે. આ આરોપ હેઠળ તેને 20 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશને સફાઈ આપતા કહ્યું છે કે, જેક એવરીનું અસલી નામ જાચરી હૉર્વીટઝ છે. જેકે આ સ્કીમ 2015માં શરુ કરી હતી અને રોકાણકારોને 35 ટકાથી વધુ રિટર્ન આપવાનો વાયદો કર્યો હતો.

જેકે રોકાણકારોને કહ્યું હતું કે, તેમની કંપની 1inMM કેપિટલ ફિલ્મ વિતરણ અધિકાર ખરીદશે અને તેમને Netflix અને HBOને લાઇસન્સ આપશે. જોકે, હકીકત કઈંક જુદી જ હતી. આ કંપની સાથે જેકને કોઈ સંબંધ જ નહોતો. સેન્ટ્રલ ડીસ્ટ્રીકટ ફોર કેલિફોર્નિયાના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે જેકે ફિલ્મ વિતરણ અધિકાર ખરીદ્યા વિના પોન્ઝી સ્કીમ ચલાવી. એટલું જ નહીં, જુના રોકાણકારોને પૈસા ચૂકવવા માટે તેણે નવા રોકાણકારોના નાણાંનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું, જેકે રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે તેમને નકલી લાઇસન્સ કરાર અને નેટફ્લિક્સ તેમજ એચબીઓ સાથેના કરારના નકલી દસ્તાવેજો બતાવ્યા હતા. આ બધા જ દસ્તાવેજોમાં ખોટી સહીઓ કરેલી હતી.

SECના જણાવ્યા અનુસાર, જેક એવરીનું ફિલ્મી કરિયર કંઈ ખાસ નથી રહ્યું. તેમણે સમીક્ષકો દ્વારા પ્રતિબંધિત 2020ની ફિલ્મ 'લાસ્ટ મોમેન્ટ ઓફ ક્લેરિટી'માં કામ કર્યું હતું. એક્ટર તરીકે નિષ્ફળતા હાથ લગતા પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઇલને જીવવા માટે તેણે આ સ્કીમ બહાર પાડી હતી
First published: April 8, 2021, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading