અમેરિકન એક્ટર Ray Liottaનું નિધન, રણવીર સિંહે પાઠવી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: May 27, 2022, 8:21 AM IST
અમેરિકન એક્ટર Ray Liottaનું નિધન, રણવીર સિંહે પાઠવી શ્રદ્ધાંજલિ
રે લિયોટાનું આકસ્મિક નિધન (Photo- @rayliotta/Instagram)

Ray Liota Death: રે લિઓટા (Ray Liotta) તેમનાં આકસ્મિક નિધન પર ઘણાં સ્ટાર્સે દુખ વ્યક્ત કર્યું છએ. અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી છે. રે લિઓટાનું નિધન ડોમિનિકન રિપબ્લિકમાં થયું છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ગુડફેલસ' (GoodFellas)નાં સ્ટાર રેલિઓટા (Ray Liotta)નું નિધન થઇ ગયુ છે. 67 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમનાં નિધનની ખબરથી હોલિવૂડ સ્ટાર જ નહીં ફેન્સ પણ ઘણાં આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સનું માનીયે તો, ડોમિનિકન રિપબ્લિકમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. (Ray Liotta dies in Dominican Republic) રે લિઓટાએ ફિલ્મ 'ગુડફેલસ'માં ડાકુ 'હેનરી હિલ'નું પાત્ર અદા કર્યું હતું. જે ઘણું ફેમસ થયું હતું. સાથે જ તે 'ફીલ્ડ ઓફ ડ્રીમ્સ' માટે પણ જાણીતા છે.

રે લિઓટા (Ray Liotta) નાં આકસ્મિક નિધન પર ઘણા બધા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. રે લિઓટા ડોમિનિકન રિપબ્લિકમાં મૃત્યુ પામ્યા. તેની સહકર્મી જેનિફર એલને જણાવ્યું કે લિઓટા ડેન્જરસ વોટર્સ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું, જો કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તેનું કારણ હજુ સુધી જાહેર થયું નથી.બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પણ રે લિઓટાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇ ટાઇમ્સ સાથેની વાતમાં તેણે દુખ વ્યક્ત કર્યું છે. અને કહ્યું છે કે, મહાન એક્ટરનાં નિધનથી હોલિવૂડ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ સાલસે.

આ પણ વાંચો-કાન્સમાં દીપિકા પાદુકોણ ગાઉનનું 'પોટલું' ઉઠાવી સીડીઓ ચઢી, ટ્રોલર્સે કહ્યું- લાગે છે રેડ કાર્પેટ પર પોતું ફેરવી દીધુ

જોશ બ્રોલિને ઈન્સ્ટાગ્રામ પર અભિનેતાની એક તસવીર શેર કરી અને લખ્યું, 'મારા મિત્ર. કેટલી ઝડપથી? શા માટે? હું તમને યાદ કરીશ. હું તમને ગોલ્ડ્સમાં વારંવાર જોવાની, આગળ શું કરવું, કઈ રીતે એકસાથે કંઈક શોધવું તે વિશે વાત કરવા આતુર રહીશ. કામ હંમેશા ખૂબ સારું અને હંમેશા બાકીના કરતા અલગ… હા, મિત્ર, હું તમને યાદ કરીશ. જ્યાં સુધી આપણે ફરી મળીએ નહીં.


'આઇડેન્ટિટી' અને 'કોપ લેન્ડ' પર તેમની સાથે કામ કરનારા ડિરેક્ટર જેમ્સ મેન્ગોલ્ડે પણ તેમને યાદ કરીને ટ્વીટ કર્યું, 'રે લિઓટાના નિધન વિશે સાંભળીને આઘાત અને દુઃખ થયું.બાહ્ય રીતે સખત વ્યક્તિ અને તેના સિગ્નેચર રોલની ઊંડી લાગણીઓથી આગળ, તે એક મીઠો, રમતિયાળ અને જુસ્સાદાર સહયોગી અને તેજસ્વી અભિનેતા હતો.રે લિઓટાનું નામ 1988ની ફિલ્મ ડોમિનિક અને યુજેન (Dominick and Eugene) માટે ગોલ્ડન ગ્લોબ નોમિનેશન લિસ્ટમાં સામેલ હતું. ગયા વર્ષે, તેણે ધ સોપ્રાનોસની પ્રિક્વલ ફિલ્મ ધ મેની સેન્ટ્સ ઓફ નેવાર્કમાં અભિનય કર્યો હતો. આ સિવાય 'મેરેજ સ્ટોરી' અને 'નો સડન મૂવ' પણ સામેલ છે.
Published by: Margi Pandya
First published: May 27, 2022, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading