પ્રિયંકા ચોપરાને જેઠ જો જોનાસ તરફથી મળી ખાસ ભેટ, પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી

News18 Gujarati
Updated: June 9, 2021, 12:49 PM IST
પ્રિયંકા ચોપરાને જેઠ જો જોનાસ તરફથી મળી ખાસ ભેટ, પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી

  • Share this:
મુંબઈ: બોલિવૂડથી(Bollywood) હોલીવુડ(Hollywood) સુધી પોતાનો ડંકો વગાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિયંકા પોતાના કામની સાથે તેની પર્સનલ લાઇફને ખૂબ એન્જોય કરે છે. આ દિવસોમાં અભિનેત્રી પોતાના પતિ નિક જોનાસ(Nick Jonas) સાથે લોસ એન્જલસમાં સમય વિતાવી રહી છે. પ્રિયંકાના જેઠ જો જોનાસે તેને એક ખાસ ગિફ્ટ આપીને ખુશ કરી છે.

પ્રિયંકા ચોપડાએ ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર તેની જેઠ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ શેર કરી છે. જ પ્રિયંકાને ગુડી બેગ આપી છે. આ બેગ પર પ્રિયંકાના નામનો પ્રારંભિક પત્ર પીસીજે લખેલ છે. તે ગુડી ઇટાલિયન ફૂટવેર બ્રાન્ડની છે. ગુડ્ડી બેગનો ફોટો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું, 'આ અદ્ભુત ગૂડીઝ બદલ આભાર જો જોનાસ.' તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં પ્રિયંકા ભારત માટે કોવિડ ફંડ એકત્રિત કરવામાં વ્યસ્ત છે. એક્ટ્રેસ સતત ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ પર નજર રાખી રહી છે.

Priyanka Chopra

તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ ઇંસ્ટાગ્રામ પર આ સ્ટોરી શેર કરી અને કહ્યું કે તે $ 3 મિલિયન એટલે કે 22 કરોડ એકત્રિત કરવામાં સફળ રહી છે. આ સિવાય, એક સ્ટોરીમાં લખ્યું હતું કે, '500 ઓક્સિજન કન્સ્રેન્ટર્સ અને 422 ઓક્સિજન સિલિન્ડર એકત્રિત ભંડોળમાંથી લઈ શકશે. આ સિવાય 10 રસીકરણ કેન્દ્રોની માનવશક્તિ માટે ભંડોળ એકત્ર કરાયું હોવાનું જણાવાયું હતું. જેના કારણે 6 હજાર લોકોને રસી આપવામાં આવશે. આ સાથે પ્રિયંકાએ એક થેંક્યુ નોટ પણ લખી હતી.
Published by: kuldipsinh barot
First published: June 9, 2021, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading