Money Heist 5નું ટ્રેલર થયું રિલીઝ, એક્શન અને થ્રિલર જોવા માટે થઈ જાવ તૈયાર


Updated: August 3, 2021, 11:44 PM IST
Money Heist 5નું ટ્રેલર થયું રિલીઝ, એક્શન અને થ્રિલર જોવા માટે થઈ જાવ તૈયાર
Money Heist 5

‘મની હાઈસ્ટ’ સીઝન 5ની ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્પેનિશ વેબ સીરિઝ હોવા છતાં આ વેબ સીરિઝ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

  • Share this:
લોકોને નેટફ્લિક્સ (Netflix) પર સૌથી વધુ પસંદ આવતી સ્પેનિશ વેબ સીરિઝ ‘લા કાસા દે પાપેલ’ (La casa de papel Part 5) એટલે કે, ‘મની હાઈસ્ટ’ સીઝન 5ની ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્પેનિશ વેબ સીરિઝ હોવા છતાં આ વેબ સીરિઝ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દર્શકો ખૂબ જ લાંબા સમયથી આ ક્રાઈમ વેબ સીરિઝની પાંચમી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ વેબ સીરિઝના 4 ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે અને સીઝન 5નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ વેબ સીરિઝની સીઝન 5નું ટ્રેલર જોયા બાદ ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મની હાઈસ્ટ સીઝન 5ના ટ્રેલરની શરૂઆત ટોક્યોથી થાય છે અને તેને ચેનથી બાંધવામાં આવી છે. તે સમયે અચાનક ઈન્સ્પેક્ટર એલિસિયા સિએરા, પ્રોફેસરને ચેનથી બાંધીને લટકાવી દે છે. બીજી તરફ પ્રોફેસરની ગેરહાજરીમાં લિસ્બન ટીમને લીડ કરે છે અને ખૂબ જ અનોખા અંદાજમાં આ લડાઈને આગળ વધારે છે.

મની હાઈસ્ટની 5મી સીઝનમાં પણ પહેલાની ચાર સીઝનની જેમ જ જબરદસ્ત એક્શન અને થ્રિલર જોવા મળશે. આ ટ્રેલર પરથી ફિલ્મ કેટલી જબરદસ્ત છે તેનો અંદાજો લગાવી શકાય છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે પ્રોફેસર ગેંગ બેન્ક ઓફ સ્પેનમાં 100 કલાકથી વધુ સમયથી બંધ છે. તેઓ લિસ્બનને બચાવવામાં સફળ રહ્યા છે. સિએરાએ પ્રોફેસરને બંધ કરી દીધો છે અને પ્રોફેસર પાસે ત્યાંથી બચવાનો કોઈ પ્લાન નથી.

પોલિસ અને પ્રોફેસરની ટીમ વચ્ચે થતી લડાઈ ખૂબ જ રસપ્રદ છે. ટ્રેલરના અંતમાં લખવામાં આવ્યું છે કે હંમેશા લડતા રહો ક્યારેય પણ આત્મસમર્પણ ન કરો. મની હાઈસ્ટ સીઝન 5 બે ભાગમાં રિલીઝ થશે. જેમાં વોલ્યૂમ એક 3 સપ્ટેમ્બરના રોજ અને વોલ્યૂમ બે 3 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
First published: August 3, 2021, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading