એક સાથે મૂવી જોવા ગયા સુઝૈન ખાન અને રિતિક રોશન, ફરી એક વખત ચર્ચામાં જોડી

News18 Gujarati
Updated: March 27, 2021, 11:04 AM IST
એક સાથે મૂવી જોવા ગયા સુઝૈન ખાન અને રિતિક રોશન, ફરી એક વખત ચર્ચામાં જોડી
@suzkr/Instagram

રિતિક રોશન (Hrithik Roshan) અને સુઝૈન ખાન (Sussanne Khan)ઘણી વખત એક સાથે સ્પોટ થાય છે. હાલમાં ફરી એક વખત બંને સાથે જોવા મળ્યાં. રિતિકની સાથે તેનો સાળો ઝૈદ પણ નજર આવ્યો. ખરેખરમાં, આ રિતિક રોશન પત્ની સુઝૈન ખાન અને બાળકોની સાથે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ગોડઝિલા વર્સેઝ કોન્ગ' જોવા પહોચ્યા હતાં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan)ને ગત ગુરુવારે મુંબઇનાં જુહૂ PVRમાં સ્પોટ કરવામાં આવ્યાં. અહીં તેની સાથે તેની એક્સ વાઇફ સુઝૈન ખાન (Sussanne Khan) પણ તેની સાથે નજર આવી. રિતિક ઘણાં લાંબા સમયથી પત્ની સુઝૈન ખાનની સાથે છૂટાછેડા લઇ અલગ થઇ ચૂકી છે. પણ બંનેની વચ્ચે બોન્ડિગ આજે પણ એવું છે. બંને ઘણી વખત એક સાથે સ્પોટ થાય છે. આ લોકો હાલમાં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ગોડઝિલા વર્સેસ કોન્ગ' જોવા પહોચ્યા હતાં.

આ દરમિયાન સુઝૈન અને રિતિકની સાથે તેમનાં બાળકો પણ હતાં. એટલે કે આખો પરિવાર સાથે જ હતો. એક્શન થ્રિલર ફિલ્મની તેમને મજા માણી હતી. આ દરમિયાન સુઝૈન ખાન બ્લેક બોડી બોડીકોન ડ્રેસ પહેરેલો હતો જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. સાથે જ તેની નવી હેરસ્ટાઇલ પણ જોવા મળી હતી. સુઝૈન હાલમાં લોન્ગ હોબ હેર કટ કરાવ્યાં છે જે તેનાં પર સારા લાગતા હતાં.

@suzkr/Instagram


રિતિક રોશન હમેશાની જેમ કેઝ્યુઅલ લૂકમાં નજર આવ્યો. જેમાં તે ઘણો જ હેન્ડસમ લાગતો હતો. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે છુટાછેડા બાદ બંને બાળકોની સાથે હેંગઆઉટ કરતાં નજર આવ્યાં હતાં. ગત વર્ષે લોકડાઉન દરમિયાન બંને તેમનાં બાળકોને કારણે એક સાથે જ રહ્યાં હતાં. જેથી તેમનાં બાળકોને માતા-પિતાની કમી ન લાગે.
Published by: Margi Pandya
First published: March 27, 2021, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading