મુંબઈઃ અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર ઇન્કમ ટેક્સના દરોડા

News18 Gujarati
Updated: March 3, 2021, 2:07 PM IST
મુંબઈઃ અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર ઇન્કમ ટેક્સના દરોડા
અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂ વિરુદ્ધ કથિત રીતે મોટાપાયે ઇન્કમ ટેક્સની ચોરીનો મામલો ફેન્ટમ ફિલ્સ્થ સાથે સંબંધિત

અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂ વિરુદ્ધ કથિત રીતે મોટાપાયે ઇન્કમ ટેક્સની ચોરીનો મામલો ફેન્ટમ ફિલ્સ્થ સાથે સંબંધિત

  • Share this:
મુંબઈ. ઇન્કમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap), વિકાસ બહલ (Vikas Bahl)અને અભિનેત્રી તાપસી પન્નૂ (Tapsee Pannu)ના ઘર પર દરોડા પાડ્યા છે. મળતી જાણકારી મુજબ, આ દરોડા ફેન્ટમ ફિલ્મ્સ (Phantom Films) સાથે સંબંધિત છે. ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મુંબઈના અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

CNN-News18ના સંવાદદાતા આશીષ મહર્ષિએ જણાવ્યું કે આ લોકોની વિરુદ્ધ કથિત રીતે મોટાપાયે ઇન્કમ ટેક્સની ચોરીનો મામલો છે. આ લોકોના મુંબઈ અને બહારના વિસ્તારના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ આ દરોડાના ક્રમમાં બીજા પણ મોટા નામ સામે આવી શકે છે.

આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનની શો વાપસી અંગે અંજલિ ભાભીએ તોડ્યું મૌનNews18 Indiaના સંવાદદાતા આનંદ તિવારી મુજબ, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)ના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ફેન્ટમ ફિલ્મ્સના ઠેકાણાઓ ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેની સાથે જ ઇન્કમ ટેક્સ વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે મુંબઈમાં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂની સંપત્તિઓ પર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો, સેક્સ સ્કેન્ડલમાં ફસાયા યેદિયુરપ્પા સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી, ન્યૂઝ ચેનલો પર વીડિયો થયો ટેલિકાસ્ટ

ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ટેક્સ ચોરીના મામલામાં ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ, વિકાસ બહલ અને અન્ય સામેલ છે. અન્ય અનેક લોકોને પણ ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા ટેક્સ ચોરીના સંબંધમાં શોધવામાં આવી રહ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ મુંબઈ, પુણે સહિત 20 ઠેકાણાઓ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે. તેમાં ચાર કંપનીઓ સામેલ છે.
Published by: Mrunal Bhojak
First published: March 3, 2021, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading