IND vs ENG: વિરાટને ચિયર કરવાં દીકરી વામિકાની સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા

News18 Gujarati
Updated: February 25, 2021, 4:29 PM IST
IND vs ENG: વિરાટને ચિયર કરવાં દીકરી વામિકાની સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા
વિરાટ અને અનુષ્કા

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝનો ત્રીજી મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાઇ રહી છે. આ ડે નાઇટ ટેસ્ટ મેચ છે. જે પિંક બોલ (Pink Ball Test) રમાઇ રહી છે. ત્રીજી ટેસ્ટ બાદ ચોથી મેચ પણ આ મેદાનમાં રમાઇ રહી છે. ટેસ્ટ સીરીઝને પૂર્ણ થયા બાદ પાંચ મેચની ટી20 સીરીઝ પણ આ સ્ટેડિયમમાં રમાશે. એવામાં વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ટીમ ઇન્ડિયાને ચિયર કરવા માટે તેની દીકરી વામિકા (Vamika)ની સાથે અમદાવાદ પહોંચી ગઇ છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અમદાવાદમાં એક સાથે સ્પોટ થયા છે. જોકે, મેચનાં પહેલાં દિવસે અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં નજર આવી ન હતી. આનું કારણ છે, વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકા હજુ ઘણી નાની છે. સાથે જ વિરાટ અને અનુષ્કા હાલમાં વામિકાને મીડિયા અને કેમેરાથી દૂર રાખવા માંગે છે

હવે અનુષ્કા શર્મા વામિકાને લઇ સ્ટેડિયમમાં ક્યારે આવે છે. તે અંગે તો કંઇ કહી શકાતું નથી. પણ ફેન્સને આશા છે કે, તે વામિકા જલ્દી જ તેનાં પિતાને મેદાનમાં ચિયર કરતી નજર આવશે. હાલમાં અનુષ્કા અને વામિક બાયો બબલ હોટલમાં વિરાટની સાથે સમય વિતાવી રહી છે.

આપને જણાવી દઇએ કે, ડે-નાઇટ ટેસ્ટ પહેલાં દિવસે ખેલ ખત્મ થયા સુધી ત્રણ વિકેટ ગુમાવી 99 રન બનાવી લીધા છે. ઓપનર રોહિત શર્મા 57 અને અજિંક્ય રહાણે એક રન બનાવી રમી રહ્યાં છે. ભારતની કેપ્ટન કોહલીએ 27 રન બનાવ્યાં છે. પહેલી પારીનાં આધાર પર ઇંગ્લેન્ડે ફક્ત 13 રનથી પાછળ છે. ઇંગ્લેન્ડ તરફ જેક લીંચે બે અને જોફ્રા આર્ચરે એક વિકેટ લીધી છે.
Published by: Margi Pandya
First published: February 25, 2021, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading