કાજોલે નવી ફિલ્મની કરી જાહેરાત, સલમાન ખાનની આ હિરોઈન સાથે પહેલી વખત કામ કરશે

News18 Gujarati
Updated: October 7, 2021, 8:59 PM IST
કાજોલે નવી ફિલ્મની કરી જાહેરાત, સલમાન ખાનની આ હિરોઈન સાથે પહેલી વખત કામ કરશે
અભિનેત્રી કાજોલ (Kajol) પહેલી વખત અભિનેત્રીથી નિર્દેશક બનેલી રેવતી (Revathy) સાથે કામ કરવા જઈ રહી છે (તસવીર- Instagram @kajol/revathyasha)

અભિનેત્રી કાજોલ (Kajol) પહેલી વખત અભિનેત્રીથી નિર્દેશક બનેલી રેવતી (Revathy) સાથે કામ કરવા જઈ રહી છે. ફિલ્મનું નામ ‘ધ લાસ્ટ હુર્રા’ (The Last Hurrah) છે. કાજોલે કહ્યું કે, આ ફિલ્મની વાર્તા પ્રેરણાદાયી છે.

  • Share this:
મુંબઈ : બોલિવુડ ઇન્ડસ્ટ્રીની બે દિગ્ગજ અદાકારા પહેલી વખત સાથે કામ કરવા જઈ રહી છે. અભિનેત્રીથી ફિલ્મ ડિરેક્ટર બનેલી રેવતી (Revathi)એ ડિરેક્શન ક્ષેત્રે પણ ઓળખ બનાવી છે. રેવતીએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘લવ’માં લીડ રોલ કર્યો હતો જેનું ગીત ‘સાથિયા તુને ક્યા કિયા’ આજે પણ લોકપ્રિય છે. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. રેવતીએ હવે પોતાની ફિલ્મ માટે કાજોલ (Kajol)ને કાસ્ટ કરી છે. તેમની આગામી ફિલ્મનું નામ ‘ધ લાસ્ટ હુર્રા’ (The Last Hurrah) છે. કાજોલે નવરાત્રિના (Navratri 2021)પાવન પ્રસંગે સોશ્યલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી ફેન્સને આ પ્રોજેક્ટની માહિતી આપી છે. કાજોલે રેવતી સાથે એક ફોટો પણ શેર કર્યો છે.

આ પણ વાંચો: મુમતાઝે ફિલ્મોમાં ક્યારેય Bold કે Kissing સીન નથી કર્યા, કહ્યું- ‘આજે તો હદ પાર થઈ ગઈ છે’

આ ફોટોમાં કાજોલ અને રેવતી બંને સાડીમાં જોવા મળે છે. બંનેના હસતા ચહેરાં તેમની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. કાજોલે આ ફોટો શેર કરીને લખ્યું કે, ‘જાહેરાત કરીને ખુશી થાય છે કે મારી આગામી ફિલ્મ રેવતીના ડિરેક્શનમાં બની રહી છે. ફિલ્મનું નામ ‘ધ લાસ્ટ હુર્રા’ છે. ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી છે. એટલે મેં તરત જ હા પાડી દીધી.’ રેવતી અને કાજોલ પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે.

તો રેવતીએ પણ સોશ્યલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કાજોલ સાથે પ્રોડ્યુસર સૂરજ સિંહ અને ડિરેક્ટર શ્રદ્ધા અગ્રવાલ છે. રેવતીએ આ ફોટો શેર કરીને લખ્યું કે, ‘ડિરેક્ટર તરીકે મારી આગામી ફિલ્મ ‘ધ લાસ્ટ હુર્રા’ની જાહેરાત કરતાં મને બહુ આનંદ થઈ રહ્યો છે. કાજોલ સાથે આ મારી પહેલી ફિલ્મ છે. આ બહુ સ્પેશ્યલ વાર્તા છે. અદભુત જર્ની છે, જેને શરુ કરવાની રાહ જોઈ રહી છું.’

ફિલ્મની વાર્તા એક રિયલ સ્ટોરીથી પ્રેરિત છે જેમાં એક ‘મા’ સુજાતાની વાર્તા દર્શાવવામાં આવશે, જે પડકારોથી ભરેલી પરિસ્થિતિઓનો હસતાં હસતાં સામનો કરશે. રેવતીએ કહ્યું કે આ ફિલ્મ તેનાથી બહુ નજીક છે. ફિલ્મની વાર્તા પ્રેરિત કરે છે. રેવતીએ કહ્યું, ‘જ્યારે સૂરજ, શ્રદ્ધા અને હું આ ફિલ્મ અંગે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમારા દિમાગમાં પહેલું નામ કાજોલનું આવ્યું હતું. તેની કોમળ, એનર્જેટિક આંખો અને તેનું સુંદર સ્મિત તમને વિશ્વાસ અપાવે છે કે કંઈ પણ શક્ય છે અને સુજાતા પણ એવી જ છે. કાજોલ સાથે કામ કરવા બાબતે ઉત્સાહિત છું.’

આ પણ વાંચો: મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયાકાજોલે ફિલ્મ અંગે કહ્યું કે, ‘જ્યારે મેં ‘ધ લાસ્ટ હુર્રા’ની વાર્તા સાંભળી તો તરત આ ફિલ્મ સાથે જોડાઈ ગઈ. આ વાર્તા દરેક સાથે શેર કરવા લાયક છે. આ વાર્તા માટે મને સુજાતાની ભૂમિકા નિભાવવા અને તેની શક્તિ દેખાડવા માટે વધુ તાકાત મળે છે.’
Published by: Nirali Dave
First published: October 7, 2021, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading