અક્ષય કુમાર વિરુદ્ધ એક્ટરે કરી ટ્વિટ,'જાણે કેમ... પ્રોડ્યૂસર્સે માથે ચડાવી રાખ્યો છે'

News18 Gujarati
Updated: March 20, 2021, 12:03 PM IST
અક્ષય કુમાર વિરુદ્ધ એક્ટરે કરી ટ્વિટ,'જાણે કેમ... પ્રોડ્યૂસર્સે માથે ચડાવી રાખ્યો છે'

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં તેની ફિલ્મોને કારણે ચર્ચામાં તેની બેક ટૂ બેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. સુર્યવંશી (Sooryavanshi)થી લઇ બચ્ચન પાંડે (Bachchan Pandey) અને બેલબોટમ (BellBottom) સુધી અક્ષય કુમારની અડધો ડઝન ફિલ્મો લાઇનમાં છે. એવામાં કમાલ રશિદ ખાને અક્કી વિરુદ્ધ એક ટ્વિટ કરી છે. તો કેટલીક ફિલ્મોની શૂટિંગ ચાલૂ છે. એવામાં ક્રિટિક અને એક્ટર કેઆરકે ઉર્ફે કમાલ રશિદ ખાને અક્ષય કુમાર વિરુદ્ધ એક ટ્વિટ કરી છે. જેમાં તેણે અક્ષય કુમાર પર નિશાન સાધ્યો છે.

તેની ટ્વિટમાં કમાલ રશિદ ખાન લખે છે કે, 'અક્ષય કુમારની ફિલ્મોનાં કોઇ ખરીદાર નથી રહ્યાં. તેની સૂર્યવંશી, અને બેલબોટમ જેવી ફિલ્મો રિલીઝ નથી થઇ રહી. અને તે એક બાદ એક નવી નવી ફિલ્મોની જાહેરાત કરે છે. એવામાં દર મહીને 24*7 શૂટિંગ કરી રહ્યો છે. કારણ કે તેને ખબર છે તેની પાસે રૂપિયા બનાવવા માટે ફક્ત 2-3 વર્ષ બચ્યા છે. પાગલ પ્રોડ્યુસર્સ આશરે 125 કરોડ આપે છે તેને.'KRKની આ ટ્વિટ પર હવે યૂઝર્સ ભારે પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણાં યૂઝર્સ તો KRKની આ ટ્વીટ પર તેને જ આડે હાથે લઇ હ્યાં છે. અને તે અક્ષય કુમારથી બળી રહ્યો છે તેવું પણ ટ્વિટમાં કહી રહ્યાં છે લોકો.

View this post on Instagram


A post shared by Akshay Kumar (@akshaykumar)


આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' 30 એપ્રિલનાં સિનેમાઘરમાં રિલીઝ થશે. રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ પહેલાં એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી. પણ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ બીજી ફિલ્મોની જેમ ટળી ગઇ હતી. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણનો પણ કેમિયો રોલ છે. લાંબા સમયથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ઉપરાંત અક્ષય કુમારની બચ્ચન પાંડે, બેલબોટમ, રામ સેતુ જેવી ફિલ્મ પણ લાઇનમાં છે.
Published by: Margi Pandya
First published: March 20, 2021, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading