મોબ લિંચિગ અંગે લખાયેલા પત્રનાં વિરોધમાં કંગના સહિત 60 હસ્તીઓનો ખુલ્લો પત્ર

News18 Gujarati
Updated: July 26, 2019, 3:03 PM IST
મોબ લિંચિગ અંગે લખાયેલા પત્રનાં વિરોધમાં કંગના સહિત 60 હસ્તીઓનો ખુલ્લો પત્ર
દેશભરમાં ધર્મ અને જાતિને આધારે વધી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે 49 હસ્તિઓએ PM મોદીને પત્ર લખ્યો હતો હવે દેશનાં 61 અન્ય હસ્તિઓએ તે પત્રનાં વિરોધમાં પત્ર લખ્યો

દેશભરમાં ધર્મ અને જાતિને આધારે વધી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે 49 હસ્તિઓએ PM મોદીને પત્ર લખ્યો હતો હવે દેશનાં 61 અન્ય હસ્તિઓએ તે પત્રનાં વિરોધમાં પત્ર લખ્યો

  • Share this:
નવી દિલ્હી: હાલમાં જ 49 મોટી હસ્તીઓએ દેશનાં વડાપ્રધાનને ભીડ દ્વારા હિંસા રોકવા અંગે એક પત્ર લખ્યો હતો. હવે 'ખાસ મામલે આલોચના અને વિરોધ' કરવાનો આરોપ લગાવતા 61 અન્ય હસ્તિઓએ ઓપન લેટર લખ્યો છે. પત્રનું શિર્ષક છે 'Against Selective Outrage and False Narratives'. આ પત્રને લખનારી હસ્તીઓમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ, ગીતકાર પ્રસૂન જોષી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, વાદક પંડિત વિશ્વ મોહન ભટ્ટ અને ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર, વિવેક અગ્નિહોત્રી જેવાં લોકો શામેલ છે.

આ પણ વાંચો-આદિત્ય પંચોલી માનહાનિ કેસમાં કંગના અને રંગોલી વિરુદ્ધ આજે સુનાવણી

આ પત્રમાં પુછવામાં આવ્યું છે કે, જ્યારે આદિવાસીઓનાં માઓવાદી નિશાને બનાવે છે ત્યારે લોકો કેમ ચુપ રહે છે. આ પત્રમાં વધુ લખવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં જ્યારે અલગાવવાદિઓએ સ્કૂલ બંધ કરી દીધી ત્યારે આ લોકો ક્યાં હતાં. તેમની સાથે જ JNUમાં જ્યારે નારેબાજી થઇ હતી તેને લઇને સવાલ ઉઠ્યા હતાં આખરે લોકોએ દેશનાં ટુકડાં કરવાનાં નારા પર કેમ વાત નહોતી કરી.આ પણ વાંચો-કેમેરો જોઇને હરખાઇને દોડવા લાગ્યા સની લિયોનનાં બંને દીકરા, VIDEO VIRAL

આ પહેલાં સ્વરા ભાસ્કર સહિત 49 સેલિબ્રિટીઝે મોબ લિંચિંગનાં વિરોધમાં પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રનાં એક દિવસ બાદ જ પ્રધાનમંત્રી મોદીને મોબલિંચિંગનાં પત્રનાં વિરોધમાં 61 સેલિબ્રિટીઝે પત્ર લખ્યો છે.

આ પણ વાંચો-આદિત્ય પંચોલી માનહાનિ કેસમાં કંગના અને રંગોલી વિરુદ્ધ આજે સુનાવણી
Published by: Margi Pandya
First published: July 26, 2019, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading