કંગના રનૌટ- રંગોલી ચંદેલની ફરી વધી મુશ્કેલી, મુંબઇમાં છેતરપિંડી, કોપીરાઇટનાં ઉલ્લંઘનનો કેસ દાખલ

News18 Gujarati
Updated: March 13, 2021, 1:36 PM IST
કંગના રનૌટ- રંગોલી ચંદેલની ફરી વધી મુશ્કેલી, મુંબઇમાં છેતરપિંડી, કોપીરાઇટનાં ઉલ્લંઘનનો કેસ દાખલ
(Photo-@KanganaTeam/Twitter)

મુંબઇ પોલીસે કંગના રનૌટ (Kangana Ranaut) અને તેની બહેન રંગોલી ચંડેલ (Rangoli Chandel) સહિત કૂલ 4 લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત કરવાનો, છેતરપિંડી કરવાનો અને કોપીરાઇટ નિયમનાં ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) અને તેની બહેન રંગોલી ચંડેલ (Rangoli Chandel)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. મુંબઇ પોલીસ કંગના રનૌટ, રંગોલી ચંડેલ સહિત કૂલ 4 લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને કોપીરાઇટ નિયમનાં ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાન્દ્રા કોર્ટનાં આદેશ બાદ મુંબઇનાં ખાર પોલીસ સ્ટેશને આ કેસ દાખલ કર્યો છે. કંગના અને રંગોલી ઉપરાંત જે બે નઅન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમનું નામ કમલ કુમાર જૈન અને અક્ષય રાણાવત છે.

ખાર પોલીસ સ્ટેશનનાં વરિષ્ઠ પોલીસ અધિકારી ગજાનન કાબ્દુલેએ કેસ દાખલ કરવાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, અમે કંગના સહિત કૂલ 4 લોકો વિરુદ્ધ કોર્ટનાં આદેશ બાદ કેસ દાખલ કર્યો છેઅને આગળની તપાસ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં કંગનાની સાથે સાથે ચારેયને પૂછપરછ માટે બોલાવવાાં આવશે.

મુંબઇ પોલીસે આલા અધિકારીઓને મળી માહિતી મુજબ Didda the Warrior Queen of Kashmirનાં લેખક આશીષ કૌલે તેમની બૂકની સ્ટોરી કેટલાંક દિવસ પહેલાં કંગના રનૌટને મેલ કરી હતી. આશીષનાં મેલનાં થોડા દિવસ બાદ બૂકનાં કેટલાંક કન્ટેનની સાથે કંગનાએ લેખકને અનુમતિ લીધા વગર જ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી.

(Photo-@KanganaTeam/Twitter)


જાણકારી મુજબ, કંગનાએ આ જાહેરાત આ વર્ષનાં જાન્યુઆરી મહિનામાં કરી હતી. આ મામલે આશીષ કોલે બાન્દ્રાની મેટ્રોપોલિટન કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કંગના રનૌટ, રંગોલી ચંડેલ, કમલ કુમાર જૈન અને અક્ષય રાણાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આશીષની આ ફરિયાદને આધારે બાન્દ્રા મેટ્રોપોલિટન કોર્ટે સુનાવણી દરમિયાન તમામ તથ્યો જોતા મુંબઇને આ મામલે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટનાં આદેશ બાદ મુંબઇ પોલીસે IPCની કલમ 406, 415, 418, 34, 120B અને કોપીરાઇટ એક્ટ 51,63 અને 66A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ આ મામલે ટૂંક સમયમાં જ કંગના, રંગોલી સહિત ચાર લોકોની પૂછપરછ માટે મુંબઇ પોલીસ સમન્સ બજાવી શકે છે.

આપને જણાવી દઇએ કે, આ પહેલાં મુંબઇનાં બાન્દ્રા પોલીસ સ્ટેશનાં કંગના અને તેની બહેન વિરુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવવાનો કેસ પણ દાખલ છે. આ મામલે બાન્દ્રા કોર્ટનાં આદેશ બાદ દાખલ થયો છે જેની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે.
Published by: Margi Pandya
First published: March 13, 2021, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading