અભિનેત્રી કંગના રાનોટે 10 દિવસમાં ઘટાડ્યું 5 કિલો વજન!

News18 Gujarati
Updated: May 16, 2019, 12:26 PM IST
અભિનેત્રી કંગના રાનોટે 10 દિવસમાં ઘટાડ્યું 5 કિલો વજન!
કંગના રાનોટે 10 દિવસમાં ઘટાડ્યું 5 કિલો વજન

બોલિવૂડ અભિનેત્રી કંગના રાનોટ આજકાલ તેની ફિલ્મ 'પંગા' અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને લઇને ચર્ચામાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી કંગના રાનોટ આજકાલ તેની ફિલ્મ 'પંગા' અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને લઇને ચર્ચામાં છે. 'પંગા'માં તે કબડ્ડી પ્લેયરના રોલમાં નજરે પડશે. એના માટે તેણે વજન વધાર્યું હતું. પરંતુ હવે કાન્સ રેડ કાર્પેટ માટે તે પરસેવો પાડી રહી છે. તમે સાંભળીને ચોંકી જશો કે, કંગનાએ ખૂબ મહેનત કરી દસ દિવસમાં પાંચ કિલો વજન ઘટાડ્યું છે. આ બધી મહેનત કાન્સની રેડ કાર્પેટ માટે થઇ રહી છે. આની ઝલક કંગનાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળે છે. જ્યાં કંગનાની ટીમે તેની પહેલાં અને પછીની તસવીરો શેર કરી છે.

યોગેશ ભટેજા કંગનાને વજન ઘટાડવામાં મદદ કરી રહ્યો છે. કંગનાના ફિટનેસ ટ્રેનર બનેલા યોગેશે કહ્યું કે, કંગનાને ફિલ્મ પંગા માટે વજન વધારવાનું હતું. આવામાં તેને ડાયટમાં વધુ કેલરીવાળી વસ્તુઓ સામેલ કરવાની હતી. તેની માટે આ સરળ નહોતું. કેમ કે, વજન ઘટાડવા માટે સીધી કેલરી ઓછી કરવાની છે. 'પંગા'નું શૂટિંગ પૂરું કર્યા બાદ કંગનાએ દિવસમાં બે વાર વર્કઆઉટ કર્યું, ત્યારે જઇને કંગનાએ 10 દિવસમાં આ ટાર્ગેટ હાંસલ કર્યો.


આ પણ વાંચો: પૈસા માટે બહેનની તસવીરો વેચતો હતો સની લિયોનનો ભાઇ

ઉલ્લેખનીય છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે કંગના રાનોટે ખાસ પ્લાનિંગ કર્યું છે. આ વખતે તે રેડ કાર્પેટ પર હેવી ગાઉનમાં નહીં, પરંતુ સાડીમાં જોવા મળશે. પોતાના આ લુક અંગે વાત કરતાં કંગનાએ મિડ ડેને કહ્યું કે, હું જે કપડાં પહેરીશ તેમાં ડ્રામા હશે. એક ભારતીય એક્ટર હોવાને લીધે મારી જવાબદારી છે કે, હું એવા કપડાં પહેરું જે આપણી સમૃદ્ધ વિરાસતને બતાવે. હું અને મારી સ્ટાઇલિસ્ટ એમી પટેલ સપ્તાહોથી આની પર દિમાગ લગાવી રહ્યાં છે. અમે ફાલ્ગુની અને શેન પીકોક સાથે મળીને એક સાડી ડિઝાઇન કરી રહ્યાં છે.
Published by: Azhar Patangwala
First published: May 16, 2019, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading