'મણિકર્ણિકા' માં કંગનાએ જે યુદ્ધનો સીન કર્યો હતો તે ઘોડો હતો નકલી, જુઓ Video

News18 Gujarati
Updated: February 22, 2019, 12:10 PM IST
'મણિકર્ણિકા' માં કંગનાએ જે યુદ્ધનો સીન કર્યો હતો તે ઘોડો હતો નકલી, જુઓ Video
નકલી ઘોડો મશીન પર છે અને તેના પર બેઠેલી કંગના તલવાર ચલાવી રહી છે.

નકલી ઘોડો મશીન પર છે અને તેના પર બેઠેલી કંગના તલવાર ચલાવી રહી છે.

  • Share this:
કંગના રનૌટની ફિલ્મ 'માણિકર્ણિકા' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મમાં કંગનાના કામની ખૂબ જ પ્રશંસા કરાઇ હતી. તમામે યુદ્ધના સીન પર ચર્ચા કરી છે. આ ફિલ્મમાં યુદ્ધ સીનનો શૂટિંગ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.

આમા કંગના ફિરંગીઓ સાથે લડતી જોવા મળે છે. જે એક યુદ્ધ છે, પરંતુ જે કોઈ પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે હસશે. હકીતમાં જે ઘોડા પર કંગના બેઠી છે તે નકલી છે.

નકલી ઘોડો મશીન પર છે અને તેના પર બેઠેલી કંગના તલવાર ચલાવી રહી છે. ઘોડાનો પગ અને પૂછ નથી.આને કારણે કંગના ટ્રોલ પણ થઇ છે.એક યૂઝરે કહ્યું, 'લકડી કો કાઠી, કાઠી કો ઘોડા'. બીજા યૂઝરે લખ્યું, 'ઘોડા છાપ'. અન્ય યૂઝર લખે છે કે, 'ખોદ પહાન નીકળી ચુહિયા' કંગનાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેને ઘોડેસવારી કરવામાં એક વર્ષ લાગ્યું હતુ.કંગના કહે છે, "ઘોડે સવારી જોવામાં જેટલી સરળ લાગે છે તેટલી હોતી નથી. એક સીનમાં તો મારો જીવ જતા બચ્યો છે ' આ નકલી ઘોડાનો ઉપયોગ ક્લોઝઅપના સીન માટે કર્યો હતો. કંહના હકીકતમાં દૂરના શૂટ માટે તે અસલી ઘોડો દોડાવતી નજર આવી હતી.

કંગના રનૌટની ફિલ્મ 'મણિકર્ણિકા'ને દર્શકોએ ખુબ પસંદ કરી. ફિલ્મ 100 કરોડ ક્લબમાં પણ સામેલ થઇ ગઈ છે.
Published by: Bhoomi Koyani
First published: February 22, 2019, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading