કંગના રનૌટે પહેર્યો 'મધમાખી' હાર, કિમત જાણીને ઉડી જશે હોશ

News18 Gujarati
Updated: August 10, 2018, 12:35 PM IST
કંગના રનૌટે પહેર્યો 'મધમાખી' હાર, કિમત જાણીને ઉડી જશે હોશ
સુંદર પિંક ફ્લોરલ સાડી સાથે પહેરેલો આ મોતીથી બનેલા હારની ખાસિયત હતી તેની ડિઝાઇન.

  • Share this:
જ્યારે ફેશનની વાત આવે છે ત્યારે, આજે કંગના રનૌટ ટોચ પર છે. અભિનયમાં કંગનાનો કોઈ જવાબ નથી અને હવે તે ફેશનમાં આગળ વધી રહી છે. સાડી હોય કે સુટ્સ, બોલીવૂડ અભિનેત્રીઓમાં આ એકટ્રેસ દરેક પ્રકારે એથ્લેટિક પોશાકમાં નજર આવી રહી છે. એરપોર્ટ સ્ટાઇલ હોય અથવા અવોર્ડ નાઇટ, કંગના દરેક જગ્યાએ તેમની સ્ટાઇલથી તમામને તેમના દિવાના બનાવી રહી છે. તાજેતરમાં, કંગના રનૌટ સદગુરુ નામના મશહુર લેખક સંત જગ્ગી વાસૂદેવને મળી હતી. આ દરમિયાન કંગનાએ પિંક ફ્લોરલ સાડીની સાથે મોતીઓથી બનેલો હાર પહેર્યો. જેને જોઇને આંખો બંધ થઈ ગઈ હતી.

સુંદર પિંક ફ્લોરલ સાડી સાથે પહેરેલો આ મોતીથી બનેલા હારની ખાસિયત હતી તેની ડિઝાઇન. આ હાર પર બનાવેલ સાઇડ પેન્ડન્ટે દરેકનું ધ્યાન ખેંચ્યું. કારણ કે આ પેન્ડન્ટ મધમાખી સાથે પ્રેરણા આપતુ હતુ.આ મધમાખીથી બનેલુ પેન્ડન્ટ, ગળાનો હાર ઇટાલિયન બ્રાન્ડ ગૂચી (GUCCI) નો છે, જેની કિંમત 1,990 ડોલર (રૂ. 1,36,563) છે. ગળાના હારમાં લગાવેલા મોતી પર બ્રેન્ડનો લોગો (GG) હતો, જે તેને વધુ ખાસ બનાવી રહ્યો છે.

કંગના તે એકટ્રેસમાથી એક છે જે તેમના કપડાં અને એસેસરીઝને રિપીટ કરવાનું પસંદ કરે છે. તેણે ગળાના હારને પણ રિપીટ કર્યો છે. આ પહેલા તેણે લંડનમાં પોતાના સ્ટાઈલિશના જન્મદિવસ દરમિયાન પહેર્યો હતો.

સદગુરુ સાથે મુલાકાત કરી બોલિવૂડ એકટ્રેસ કંગના રનૌટે
આ ગળાના હારને કંગનાએ આ પહેલા પણ પહેર્યો હતો.


Published by: Bhoomi Koyani
First published: August 10, 2018, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading