કંગનાનો અંદાજ રૂવાંડા ઉભા કરશે, જુઓ 'મણિકર્ણિકા'નું Teaser

News18 Gujarati
Updated: October 2, 2018, 12:50 PM IST
કંગનાનો અંદાજ રૂવાંડા ઉભા કરશે, જુઓ 'મણિકર્ણિકા'નું Teaser
મણિકર્ણિકા- ઘ ક્વિન ઓફ ઝાંસી

ફિલ્મનાં એક્શન સિન્સ પ્રખ્યાત હોલિવૂડ એક્શન કોરિયોગ્રાફર નિક પોવેલે કોરિયોગ્રાફ કર્યા છે

  • Share this:
મુંબઇ: કંગના રનૌટની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી'નું ગ્રાન્ડ ટીઝર રિલીઝ થઇ ગયુ છે. સોમવારનાં રોજ જાહેર થયુ હતું કે આ ફિલ્મનું ટિઝર બીજી ઓક્ટોબર ગાંધી જયંતીનાં રોજ રિલીઝ થશે. ફિલ્મની એક ખાસ વાત છે ફિલ્મની બેકગ્રાઉન્ડની સ્ટોરી માટે અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે.

ફિલ્મની કહાની 'બાહુબલી' અને 'ભાગ મિલખા ભાગ'ની કહાની લખનારા વી. વિજ્યેન્દ્ર પ્રસાદે જ 'મણિકર્ણિકા'ની કહાની લખી છે. કંગના ટીઝરમાં અંગ્રેજો સાથે લડતી નજર આવી રહી છે. આખરે તે ભગાવન શંકરનો ઉદઘોષ કરતા કહે છે, 'હર હર મહાદેવ..' ફિલ્મને રામેશ્વર ભગતે નિર્દેશ કરી છે. ફિલ્મનાં ડાયલોગ્સ પ્રશુન જોષીએ લખ્યા છે.તેનાં જીવનની આ ગાથાને ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઘણાં નેશનલ એવોર્ડ વિનિંગ લોકોએ કામ કર્યુ છે. ફિલ્મનાં એક્શન સિન્સ પ્રખ્યાત હોલિવૂડ એક્શન કોરિયોગ્રાફર નિક પોવેલે કોરિયોગ્રાફ કર્યા છે.

25 જાન્યુઆરીનાં રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના રનૌટ ઉપરાંત અંકિતા લોખંડે, જિસુ સેનગુપ્તા, જીશાન અયુબ અને તાહિર શબ્બીર જેવા કલાકારોએ પણ કામ કર્યુ છે.
Published by: Margi Pandya
First published: October 2, 2018, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading