ચોથી વખત નેશનલ એવોર્ડ જીતવા પર ઉભરાઇ કંગનાની ખુશી, VIDEO શેર કરી ફેન્સને કહ્યું- આભાર

News18 Gujarati
Updated: March 23, 2021, 12:18 PM IST
ચોથી વખત નેશનલ એવોર્ડ જીતવા પર ઉભરાઇ કંગનાની ખુશી, VIDEO શેર કરી ફેન્સને કહ્યું- આભાર
કંગનાએ ચોથી વખત મેળવ્યો નેશનલ એવોર્ડ

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની 'પંગા ક્વીન' કંગના રનૌટ (Kangana Ranaut) તેનાં બિન્દાસ અંદાજ અને આખા બોલાને કારણે ખુબજ ચર્ચામાં રહે છે. પણ હાલમાં તે અલગ કારણોસર ચર્ચામાં છે. ચોથી વખત નેસનલ ફિલ્મ એવોર્ડ (National Film Award) જીતવા બદલ તે ચર્ચામાં છે. તેને ઉત્તમ અદાકારી બદલ 'બેસ્ટ એક્ટ્રેસ'નો એવોર્ડ મળ્યો છે. જેનાં પર તેણે ખુશી જાહેર કરી છે. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ફેન્સનો આભાર વ્યક્ત કરતી નજર આવી રહી છે. આ ઉપરાંત તેણે મણિકર્ણિકા (Manikarnika 'The Queen of Jhansi') અને પંગા (Panga)ની ટીમનો આભાર માન્યો છે

કંગનાને એક વખત ફરી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. કંગના રનૌટને આ પહેલાં ફેશન અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. હવે તેને વર્ષ 2019માં આવેલી મણિકર્ણિકા અને પંગા માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. જેનાં પર તે ફૂલી નથી સમાઇ રહી. જેનો અંદાજો તેણે શેર કરેલાં વીડિયોથી લગાવી શકાય છે. વીડિયોમાં કંગના તેની ટીમને નેશનલ એવોર્ડ મળવા પર વધામણાં આપી રહી છે.

આ વીડિયોમાં કંગના કહે છે કે, 'રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયા છે. જેમાં મને પંગા અને મણિકર્ણિકા માટે પુરસ્કાર મળ્યો છે. આ માટે હં મારા રાઇટર વિજેન્દ્ર સર, પ્રસૂન સરનો આભાર માનુ છું. હું મ્યૂઝિક ડિરેક્ટર, સ્ટારકાસ્ટ અને આખી ટીમની પણ આભારી રહીશ. હાલમાં બધાજ નામ યાદ નથી આવી રહ્યાં પણ આપ સૌનો આભાર. નેશનલ ફિલ્મ એવોરો્ડ જીતવા પર આપ સૌને વધામણા અને આભાર. વીડિયોમાં કંગના રનૌટની ખુશી તેનાં ચહેરા પર સ્પષ્ટ ઝળકી રહી છે. '
Published by: Margi Pandya
First published: March 23, 2021, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading