આ 25 વર્ષીય અભિનેત્રીએ કરી આત્મહત્યા, ઘરમાં મળી આવી ચાર પાનાની સુસાઇડ નોટ

News18 Gujarati
Updated: September 30, 2021, 6:45 PM IST
આ 25 વર્ષીય અભિનેત્રીએ કરી આત્મહત્યા, ઘરમાં મળી આવી ચાર પાનાની સુસાઇડ નોટ
સુસાઇડ નોટમાં 27, 28 અને 30 સપ્ટેમ્બરની તારીખનો ઉલ્લેખ છે

Soujanya suicide death- સુસાઇડ નોટમાં અભિનેત્રીએ ઘણી વખત પોતાના માતા-પિતાની માફી માંગી છે

  • Share this:
બેંગલુરુ : ટીવી અભિનેત્રી સૌજન્યાએ (kannada actress soujanya suicide)બેંગલુરુની નજીક પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. સૌજન્યા (soujanya suicide)કન્નડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. સૌજન્યાના (actress soujanya) ઘરેથી 4 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. ઇંગ્લિશ અને કન્નડમાં લખેલી આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે ખરાબ સ્વાસ્થ્ય અને ઇન્ડસ્ટ્રીઝમાં વર્તમાન માહોલના કારણે તે ઘણા દિવસોથી પરેશાન હતી.

સૌજન્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી. સુસાઇડ નોટમાં 27, 28 અને 30 સપ્ટેમ્બરની તારીખનો ઉલ્લેખ છે. સુસાઇડ નોટ પરથી પોલીસને લાગે છે કે ત્રણ દિવસ પહેલા જ સૌજન્યાએ પોતાનો જીવ લેવાનો નિર્ણય કરી લીધો હતો.

સૌજન્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે માય ડિયર ફેમિલી, હું આ જે પગલું ભરવા જઈ છું તેના માટે હું માફી માંગું છું. અભિનેત્રીએ 27 સપ્ટેમ્બરે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે તેં માનસિક સ્વાસ્થ્ય ઠીક ન હતું અને તે ડિપ્રેશનમાંથી પસાર થઇ રહી હતી. સુસાઇડ નોટમાં સૌજન્યાએ ઘણી વખત પોતાના માતા-પિતાની માફી માંગી છે.

આ પણ વાંચો - Bigg Boss 15: એન્ટ્રી કરતા પહેલાં જ શો માંથી નીકળી ગઈ આ કન્ટેસ્ટન્ટ, જાણો શું છે મામલો?

પોલીસના મતે છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબિયત અને કામ ના મળવાના કારણે સૌજન્યા ઘણી પરેશાન ચાલી રહી હતી. આજે સવારે સાડીથી ફંદો બનાવીને પંખેથી લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સૌજન્યા કોડાગુ જિલ્લાના કુશલ નગરની નિવાસી હતી. તે કામ માટે બેંગલુરુ શિફ્ટ થઇ હતી. સૌજન્યના નિધનના સમાચારથી કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીઝ ગમમાં છે.
Published by: Ashish Goyal
First published: September 30, 2021, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading