Kapil sharma: વિદેશ ટૂર પર નીકળશે કપિલ શર્મા, જાહેર કર્યું યુએસ-કેનેડા ટુરનું શિડ્યૂલ


Updated: March 24, 2022, 10:03 AM IST
Kapil sharma: વિદેશ ટૂર પર નીકળશે કપિલ શર્મા, જાહેર કર્યું યુએસ-કેનેડા ટુરનું શિડ્યૂલ
કપિલ શર્મા યુએસ-કેનેડા પ્રવાસ

Kapil Sharma US-Canada Tour : કપિલ શર્મા (Kapil Sharma) હાલમાં ઓડિશામાં નંદિતા દાસ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તે 11 જૂનથી અમેરિકા, કેનેડા જેવા દેશમાં લાઈવ પરફોર્મ કરવા વિદેશ પ્રવાસે (Kapil Sharma International Tour) જઈ રહ્યો છે, તો જોઈએ ક્યારે કયા દેશમાં જશે.

  • Share this:
Kapil Sharma US-Canada Tour : જાણીતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા (Kapil Sharma) એ યુએસ-કેનેડા ટૂર 2022 ની જાહેરાત કરી છે. 11 જૂનથી શરૂ થનાર આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ (Kapil Sharma International Tour)માં કપિલ યુએસ અને કેનેડાના અનેક શહેરોમાં લાઈવ પરફોર્મન્સ (Live Show in US-Canada) કરતો જોવા મળશે. કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે. તે યુએસના સાત અને કેનેડાના બે શહેરોમાં પરફોર્મ કરશે. 11 જૂનથી ન્યૂ જર્સી (New Jersey)થી શરૂ થનાર આ પ્રવાસ લોસ એન્જલસ ( Los Angeles)માં સમાપ્ત થશે. જેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

કપિલે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો દર્શાવતું પ્રમોશનલ પોસ્ટર અને તેના આગામી પ્રવાસની તારીખો અને શહેરો શેર કરતાં લખ્યું હતું કે, મારી યુએસ-કેનેડા ટૂર 2022ની જાહેરાત કરતાં ખરેખર આનંદ થાય છે, ટૂંક સમયમાં મળીશું. કપિલના ફેન્સ લાંબા સમયથી તેની આ જાહેરતાની રાહ જોઇ રહ્યા હતા. તેમણે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કેટલીક નોંધપાત્ર કમેન્ટ્સમાં અભિનેત્રી શર્વરીની કમેન્ટ પણ હતી અને કપિલને આગામી પ્રવાસ માટે અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત શેફ વિકી રત્નાનીએ કમેન્ટ્સમાં ક્લેપિંગ ઇમોજી સાથે “પાજી” લખ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, કપિલ શર્માએ તાજેતરમાં નેટફ્લિક્સ પર તેના પ્રથમ સ્પેશિયલ કોમેડી શો I’m Not Done Yet રિલીઝ કર્યું હતું. એક કલાકના સ્ટેન્ડ અપ સ્પેશિયલમાં કપિલને તેની વધેલી ખ્યાતિ, ત્યાર પછી આવેલા ઉતારચઢાવ, ડિપ્રેશન, કમબેક અને શા માટે લાગે છે કે તેણે હજુ હાર નથી માની તે વિશે વાત કરતા જોઇ શકાય છે.

કપિલ હાલમાં ઓડિશામાં નંદિતા દાસ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ અનટાઇટલ્ડ ફિલ્મમાં કોમેડિયન કપિલ શર્મા પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. કથિત રીતે તે આ ફિલ્મમાં ફૂડ ડિલિવરી રાઇડરની ભૂમિકા ભજવી રહ્યો છે, જે આ વર્ષના અંતમાં અથવા 2023માં રિલીઝ થવાની ધારણા છે.

આ પણ વાંચોકપિલ શર્મા શોમાં મોજમસ્તી કરતા દેખાયા સુદેશ ભોંસલે, બીગ બી પર કહી મોટી વાત

અત્યારે ઓડિશામાં સમય ગાળતી વખતે કપિલ ઓડિયા લોકોની સંસ્કૃતિને પણ જાણી રહ્યો છે. તેણે મંગળવારે ભુવનેશ્વરમાં કોણાર્ક મંદિરની મુલાકાત લીધી અને તેને "અદ્ભુત અનુભવ" ગણાવ્યો હતો. આ પહેલા, તે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને પણ મળ્યો હતો અને "અદ્ભુત આતિથ્ય" માટે તેમનો આભાર માન્યો હતો. ઓડીશાના ડાયરેક્ટર નંદિતા દાસ પણ મીટિંગમાં હાજર હતા.
First published: March 24, 2022, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading