ફરી ચર્ચામાં કરન જોહરની પાર્ટી, બની સુપર-સ્પ્રેડર ઇવેન્ટ, 55 સેલિબ્રિટી કોરોના સંક્રમિત

News18 Gujarati
Updated: June 5, 2022, 2:47 PM IST
ફરી ચર્ચામાં કરન જોહરની પાર્ટી,  બની સુપર-સ્પ્રેડર ઇવેન્ટ, 55 સેલિબ્રિટી કોરોના સંક્રમિત
કરન જોહરની પાર્ટી બની સુપર સ્રેપડર ઇવેન્ટ

Karan Johar Birthday Party: કરણે તેનો 50મો જન્મ દિવસ અંધેરી વેસ્ટમાં તેનાં જ સ્ટૂડિઓમાં ઉજવ્યો હતો જેમાં રિતિક રોશન, કેટરીના કૈફ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, મલાઇકા અરોરા અને કરીના કપૂર ખાન જેવા 200 મોટા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઇ પાર્ટીનો ઉલ્લેખ થાય છે તો ફેમસ ડિરેક્ટર કરન જોહરનું નામ સૌનાં મોઢે આવે જ છે. કરણ જોહરે હાલમાં તેનાં મિત્રોને માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે તેનો 50મો જન્મ દિવસ ઉજવ્યો હતો જેમાં સેલિબ્રિટીએ હાજરી આપી હતી. પણ તેની પાર્ટીઓ ઘણી વખત કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે. કરણની પાર્ટી ક્યારેક કોરોના તો ક્યારેક ડ્રગ્સની ખબરને કારણે ચર્ચામાંર હે છે. તો ફરી એક વખત કરન જોહર તેની પાર્ટી માટે ચર્ચામાં આવ્યો છે.

કરણે તેનો 50મો જન્મ દિવસ અંધેરી વેસ્ટમાં તેનાં જ સ્ટૂડિઓમાં ઉજવ્યો હતો જેમાં રિતિક રોશન, કેટરીના કૈફ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, મલાઇકા અરોરા અને કરીના કપૂર ખાન જેવા મોટા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

હવે મળતી માહિતી મુજબ, કરનની પાર્ટીમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. અને 50થી 55 લોકો સંક્રમિત થયા છે. આ ખબર સાંભળ્યા બાદ એ કહેવું કંઇ જ ખોટું નથી કે કરન જોહરની પાર્ટી લગ્નનાં લાડુ જેવી છે. જે ખાય તે પછતાય જે ના ખાય તે લલચાય..
View this post on Instagram


A post shared by Karan Johar (@karanjohar)


બોલિવૂડ તડકાનાં રિપોર્ટ અનુસાર, આ સ્ટાર્સ બદનામીનાં ડરથી તેનાં કોવિડ પોઝિટિવ થવા પર રિવીલ નથી કરી રહ્યાં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરન જોહરનાં ઘણાં મિત્રો સંક્રમિત થયા છે. તેમાં મોટાભાગનાં લોકોએ કોરોના પોઝિટિવ હોવા પર કોઇ ખુલાસો કર્યો નથી.

આ પણ વાંચો-Sonalika Joshi B’day: TMKOC ની માધવી ભિડે એટલે કે સોનાલિકા કરે છે કરોડોનો વેપાર, મોંઘી ગાડીઓની છે શોખીન

આ કહેવું મુશ્કેલ છે કે, સ્ટાર્સમાં સંક્રમણ કોણે ફેલાવ્યું. પણ રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન સાથે પ્રોમોશન કરી રહેલી એક્ટ્રેસ દ્વારા આ વાયરલ સૌમાં ફેલાયો છે. કથિત રીતે કિયારા અડવાણી જણાવવામાં આવી રહી છે. તે કાર્તિક આર્યન સાથે 'ભૂલ ભુલૈયા-2'નું પ્રમોશન કરી રહી હતી.

IIFA 2022માં નથી પહોંચ્યા સ્ટાર્સ
આ વર્ષે IIFA 2022માં ઘણાં સ્ટાર્સે હાજરી નથી આપી. કદાચ તેની પાછળનું કારણ કોવિડ સંક્રમિત હોવાનું હોઇ શકે ચે. હાલમાં આ માત્ર એક કયાસ લગાવવામાં આવ્યો છે. તે અંગે જોડાયેલી કોઇપણ માહિતીની પુષ્ટિ અધિકૃત રીતે થઇ નથી.
Published by: Margi Pandya
First published: June 5, 2022, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading