શું પ્રેગ્નન્ટ છે કરિના કપૂર? જાણો Viral Picturesની હકીકત

News18 Gujarati
Updated: February 28, 2019, 7:46 AM IST
શું પ્રેગ્નન્ટ છે કરિના કપૂર? જાણો Viral Picturesની હકીકત
કરિના કપૂરની તસવીરો વાયરલ

આ તસવીરોમાં કરિના કપૂરનું બેબી બમ્પ જરૂર દેખાય છે, પરંતુ તેની પાછળની હકીકત કંઇક અલગ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર હાલમાં જ 'કોફી વિથ કરન'માં પ્રિયંકા ચોપડા સાથે જોવા મળી હતી. આ શોમાં તેણે આપેલા કેટલાક નિવેદનો ચર્ચાાં રહ્યાં હતાં. જોકે, હવે સોશિયલ મીડિયામાં કરિનાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં કરિના કપૂર બેબી બમ્પ સાથે નજરે પડી રહી છે. ત્યાં જ સોશિયલ મીડિયામાં તો અમુક લોકોએ જાહેરાત કરી દીધી કે કરિના કપૂર પ્રેગ્નન્ટ છે, પરંતુ ખરેખર આવું નથી.

આ તસવીરોમાં કરિના કપૂરનું બેબી બમ્પ જરૂર દેખાય છે, પરંતુ તેની પાછળની હકીકત કંઇક અલગ છે. આ તસવીરો કરિના કપૂર અને અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ના સેટ પરથી લીક થઇ છે. આ ફિલ્મમાં તે પ્રેગ્નેન્ટ મહિલાના પાત્રમાં જોવા મળશે. શૂટિંગ દરમિયાન કોઇએ તેની આ તસવીર લીધી હતી. જે બાદ કરિના પ્રેગ્નન્ટ હોવાની અફવા ઉડી હતી.

કરિના કપૂર અને અક્ષય કુમારની જોડી ઘણા વર્ષો પછી એક સાથે જોવા મળશે. આ પહેલા અક્ષય-કરિનાએ ફિલ્મ 'કમબખ્ત ઇશ્ક'માં સાથે કામ કર્યું હતું. બન્નેની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, 'ગુડ ન્યૂઝ'ની કહાણી સેરોગેસી પર આધારિત હશે. કરિનાનો આ અવતાર ફિલ્મ માટે જ છે. જેનું તે શૂટિંગ કરી રહી છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને 118 તિરંગા સાથે એરફોર્સને આપી સલામી

આ ફિલ્મમાં કરિના અને અક્ષય ઉપરાંત દિલજીત દોસાંઝ અને અભિનેત્રી કિયારા અડવાણી નજરે પડશે. ફિલ્મના ડાયરેક્ટર રાજ મેહતા છે. 'ગુડ ન્યૂઝ' 19 જુલાઇએ રીલિઝ થશે.
Published by: Azhar Patangwala
First published: February 27, 2019, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading