મોટો ભાઇ બન્યો તૈમૂર પેપરાઝી પર ગુસ્સે થઇ ભાગ્યો તો ભટકાયો, ગુસ્સે થઇ મા કરીના

News18 Gujarati
Updated: March 12, 2021, 10:39 AM IST
મોટો ભાઇ બન્યો તૈમૂર પેપરાઝી પર ગુસ્સે થઇ ભાગ્યો તો ભટકાયો, ગુસ્સે થઇ મા કરીના
PHOTO: Viral Bhayani

તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) નો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) દીકરા પર ગુસ્સો કરતી નજર આવે છે. વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બાળકો નાદાન હોય છે, તેમને શું સારુ શું ખોટું તે નથી માલૂમ હોતું. તેમનું મન જે કહે તેઓ તે જ કરે છે. હાલમાં જ મોટો ભાઇ બનેલો તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)એ પણ કંઇક આવું જ કર્યું. જે બાદ મમ્મી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ગુસ્સે થઇ ગઇ હતી. તૈમૂરની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઇ જાય છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં કરીના તૈમૂર પરગુસ્સો કરતી નજર આવી. આ વીડિયો સોશિયલ મીડિયા (Video Viral) પર વાયરલ થઇ રહ્યો છે.

બીજી વખત માતા બન્યા બાદ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), કરિશ્મા કપૂર (Karishma Kapoor)ની દીકરી સમાયરા કપૂર (Samiera Kapoor)નો 16મો જન્મ દિવસ ઉજવવાં તેનાં ઘરે પહોંચી હતી. આ દરમિયાન તૈમૂર અને તેની માતા બબિતા પણ તેની સાથે હતી. ગાડીથી ઉતર્યા બાદ ત્યાં ઉભેલા પેપરાઝીને પોઝ પણ તેને આપ્યો હતો. ત્યારે ગાડીમાંથી તૈમૂર નીકળે છે અને ચીસો પાડીને અંદર ભાગે છે.

પણ તે જોતો નથી કે મેઇન ડોર ગ્લાસનો છે અને તે બંધ છે અને તે જોરથી ભટકાઇ જાય છે. આ જોઇ સ્ટાફનાં લોકો અને કરીનાએ તુરંત તૈમૂરને પકડી અને અંદર કરે છે. તૈમૂરની આ હરકત પર કરીના નારાજ થઇ જાય છે. અને ગુસ્સો કરીને તેને અંદર ભગાવે છે. અને પોતે પેપરાઝીને મળને અંદર જતી રહે છે.

આ સમયે કરિનાએ લાઇટ બ્લૂ ડ્રેસ પહેરી હતી. અને વ્હાઇટ માસ્ક લગાવ્યું હતું. તો તૈમૂરે ડાર્ક બ્લૂ રંગની ટી શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. જેની સાથે તેણે રેડ કલરું માસ્ક લગાવ્યું હતું

સમાયરા કપૂર, કરિશ્મા કપૂર અને તેનાં એક્સ પતિ સંજય કપૂરની મોટી દીકરી છે. કરિશ્મા બોલિવૂડની ઉત્તમ એક્ટ્રેસમાંથી એક છે. જોકે, તેનાં બાળકો સમાયરા અને કિયાન લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે, બંને બાળકોને ફેમિલી પાર્ટી અને એરપોર્ટ પર કરિશ્મા સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવે છે. સમાયરાનું બોન્ડિંગ તેની માસી સાથે ખુબજ ખાસ છે. તે તેમની ખુબજ નજીક છે. સમાયરા માટે કરીનાએ સ્પેશલ પોસ્ટ પણ શેર કરી હતી.
Published by: Margi Pandya
First published: March 12, 2021, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading