કરીના કપૂર ખાને જ્યારે જાહેરમાં કહી દીધુ સુતા પહેલાં જોઇએ વાઇન, પજામો અને..

News18 Gujarati
Updated: April 15, 2021, 10:46 AM IST
કરીના કપૂર ખાને જ્યારે જાહેરમાં કહી દીધુ સુતા પહેલાં જોઇએ વાઇન, પજામો અને..
(PHOTO: @kareenakapoorkhan/Instagram)

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) મોટે ભાગે તેની લવ લાઇફ અંગે વાત કરતા હોય છે. હાલમાં જ કરીનાએ એક શોનાં શૂટિંગ દરમિયાન તેનાં બેડરૂમ સીક્રેટ (Bedroom Secret) શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સ્ટાઇલ અને હાજિર જવાબથી લોકોનું દિલ જીતી લે છે. હાલમાં તે બીજી વખત માતા બની છે. તે ટૂંક મસમયાં જ સેલિબ્રિટીઝ કુકિંગ શો સ્ટાર / ફૂડમાં નજર આવશે. જે ડિસ્કવરી પ્લસ પર ટેલિકાસ્ટ થવાનો છે. કરીના તેનાં મોટા દીકરા તૈમૂર અને પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) સાતે જોડાયેલી વાતો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેનું બેડરૂમ સિક્રેટ (Bedroom Secret) જાહેર કર્યું છે. જેમાં તે જણાવે છે કે તેને સુતા પહેલાં કઇ ત્રણ વસ્તુ જોઇએ.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન મોટે ભાગે તેમની લવ લાઇફ અંગે વાત કરતાં રહે છે. બંનેની લવ સ્ટોરી અને કેમેસ્ટ્રી લોકો પસંદ કરતે છે. હાલમાં જ કરીના કપૂરે એક શોનાં શૂટિંગ દરમિયાન તેનાં બેડરૂમ સીક્રેટ (Bedroom Secrets) શેર કર્યા છે.

સેલિબ્રિટી કુકિંગ શો Star Vs Food નાં શૂટિંગ દરમિયાન કરીને તેની મિત્ર તાન્યા ધાવરી સાથે ખાસ વાતચીત કરી હતી. કરીનાએ આ વાતચીતમાં કહ્યું કે, સુવા માટે જતા પહેલાં મને બેડ પર ત્રણ વસ્તુ જોઇએ છે. વાઇનની એક બોટલ, પજામો અને પતિ સૈફ અલી ખાન.'

કરીનાનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર સૌ કોઇ જોર જોર હસવા લાગ્યા હતાં. એટલું જ નહીં કરીનાએ વધુમાં જણાવ્યું કે, 'મને લાગે છે કે, આનાંથી સારો જવાબ અન્ય કોઇ હોઇ શકતો નથી. મને આનાં માટે પ્રાઇઝ મળવું જોઇએ. કરીના કપૂર ખાન ઉપરાંત આ શોમાં તેની મિત્ર મલાઇકા અરોરા, અર્જુન કપૂર, કરન જોહર, પ્રતીક ગાંધી પણ નજ રઆવશે. આ શોનો એક પ્રોમો વીડિયો કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.'
Published by: Margi Pandya
First published: April 15, 2021, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading