દીપિકા પાદુકોણને ફોલો કરી રહી છે કરીના કપૂર ખાન, પહેર્યું 26 હજારનું માસ્ક

News18 Gujarati
Updated: April 6, 2021, 7:18 PM IST
દીપિકા પાદુકોણને ફોલો કરી રહી છે કરીના કપૂર ખાન, પહેર્યું 26 હજારનું માસ્ક
કરીનાએ પહેર્યું 26 હજાર રૂપિયાનું માસ્ક

એક્ટ્રેસ કરીના કપૂર ખાને માસ્ક પહેરી તેની એક તસવીર શેર કરી હતી. કરીનાએ કાળા રંગનું Louis Vuitton માસ્ક પહેર્યું હતું. એક્ટ્રેસે હવે તેનાં માસ્ક અંગે ચર્ચામાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જેમ જેમ મુંબઇમાં કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યાં છે એમ એમ સામાન્ય લોકોથી માંડી બોલિવૂડ સેલિબ્રિટીઝની ચિંતાઓ વધતી જઇ રહી છે. સેલિબ્રિટીઝ અવાર નવાર તેમની પોસ્ટ શેર કરી ફેન્સને માસ્ક પહેરવાં અનુરોધ કરી રહ્યાં છે. એવામાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નું નામ જોડાઇ ગયું છે. એક્ટ્રેસે માસ્ક પહેરી તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. કરીનાએ કાળા રંગનું Louis Vuittonનું માસ્ક પહેર્યું છે. એક્ટ્રેસ હવે તેનાં માસ્ક અંગે ચર્ચામાં છે.

આ તસવીરમાં કરીના કપૂર ખાને જે માસ્ક પહેર્યું છે. તે માસ્કની કિંમત હજારોમાં છે. કાળા કલરનાં આ માસ્ક પર સફેદ કલરનાં દોરાથી LV લખેલું છે. આ સમાસ્ક એક સિલ્કનાં પાઉચની સાથે આવે છે. આ બ્રાન્ડની વેબસાઇટ પર જો આપ જશો તો આ માસ્કની કિંમત 355 ડોલર છે. ભારતીય કરન્સીમાં આ માસ્કનો ભાવ 25,994 રૂપિયા છે.

દીપિકા પાદુકોણ પણ થોડા સમય પહેલાં આજ માસ્ક પહેરેલી નજર આવી હતી. દીપિકા પાદુકોણ એક પાર્ટીમાં ગઇ હતી ત્યાં તેનાં બ્લેક બોડીસૂટની સાથે બ્લેક પેન્ટ અને બ્લેક માસ્કની ચર્ચા થઇ હતી. આ માસ્કનો ભાવ એક બે હજાર નહીં પણ 25 હજાર રૂપિયા છે તેથી તે ચર્ચામાં આવે તે સ્વાભાવિક છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના લાલ સિંહ ચડ્ડામાં નજર આવશે. આ ફિલ્માં તે આમિર ખાનની સાથે છે. આ ફિલ્મ અદ્વેત ચંદન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મ ગત વર્ષે 2020માં રિલીઝ થવાની હતી. પણ લોકડાઉનને કારણે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે આ વર્ષે ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.

તો દીપિકા પાદુકોણનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં 83માં નજર આવશે. આ ફિલ્મમાં તે કપિલ દેવની પત્નીનાં પાત્રમાં નજર આવશે. જેમાં રણવીર સિંહ કપિલદેવનાં પાત્રમાં નજર આવશે.
Published by: Margi Pandya
First published: April 6, 2021, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading