Covid પોઝિટિવ કાર્તિક આર્યન ઘરમાં કંટાળ્યો, બોલ્યો- 'મારુ લોકડાઉન છે તો તમારું.. '

News18 Gujarati
Updated: March 27, 2021, 5:23 PM IST
Covid પોઝિટિવ કાર્તિક આર્યન ઘરમાં કંટાળ્યો, બોલ્યો- 'મારુ લોકડાઉન છે તો તમારું.. '
કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ

કોરોના પોઝિટિવ થયા બાદ હવે કાર્તિક આર્યન (kartik Aaryan) ઘરમાં બેઠા બેઠા કંટાળી રહ્યો છે. હાલમાં તેણે કોવિડ સેલ્ફી શેર કરી મજેદાર પોસ્ટ શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (coronavirus)એ એક વખત ફરીથી લોકોની ચિંતાઓ વધી ગઇ છે. બોલિવૂડ (Bollywood) એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan)ને પણ કોરોના થઇ ગયો છે. આ દિવસોમાં તે તેનાં ઘર પર ક્વૉરન્ટિન છે. કાર્તિકને કોરોના ભૂલ ભુલૈયા 2ની શૂટિંગ દરમિયાન છે. જે બાદ ફિલ્મની આખી સ્ટારકાસ્ટનો કોરોના ટેસ્ટ કરાવ્યું હતું. તે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો એક્ટિવ રહે છે. કોવિડ પોઝિટિવ થયા બાદ હવે કાર્તિક ઘરમાં બેઠા બેઠા કંટાળી રહ્યો છે. હાલમાં તેને કોવિડ સેલ્ફી શેર કરી મજેદાર પોસ્ટ કરી છે.

કાર્તિક આર્યન (Karitk Aaryan) એ હાલમાં એક સેલ્ફી શેર કરી છે. એક્ટરનાં ચહેરા પર તડકો પડતો નજર આવે છે. એટલું જ નહીં એક્ટરની દાઢી પણ વધેલી દેખાય છે. આ લૂકમાં તે ઘણો હેન્ડસમ લાગે છે. કાર્તિકનોફોટો શેર કરતાં તેણે લખ્યું છે, 'મારો લોકડાઉન થઇ ગયું છે તો સૌનો નાઇટ કર્ફ્યૂ તો છે.. #CovidSelfie #GlowingTvacha'

કાર્તિક આર્યનની આ પોસ્ટ ફેન્સ ઘણાં પસંદ કરી રહ્યાં છે. ફેન્સ આ પર જાત ભાતની કમેન્ટ કરી રહ્યાં છે .

ખરેખરમાં, મહારાષ્ટ્રમાં કોરોના એક વખત ફરીથી ઉચકાયો છે. આ સ્થિતિથી બહાર આવવા માટે કોરોના સંક્રમણથી બચવા માટે પ્રદેશ ઉદ્ધવ ઠાકરે સરકારે નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી દીધુ છે. આ ઉપરાંત રાજ્ય સરકારે લોકોથી કોરોના સંબંધિત નિયમો પાલન કરવાની અપીલ કરી છે. 28 માર્ચ રવિવારથી મહારાષ્ટ્રમાં નાઇટ કરફ્યૂ લાગવાની જાહેરાત કરવામાં આવી છે. નાઇટ કરફ્યૂ હેઠળ મોલ્સ તથા અન્ય પ્રતિષ્ઠાન રાતનાં 8થી સવારે 7 સુધી બંઘ રહેશે.

કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ


આપને જણાવી દઇએ કે, હાલમાં દવા કરવામાં આવી છે કાર્તિક આર્યન આજની પેઢીનાં સૌથી મોંઘો સ્ટાર છે. કહેવામાં તો તેણે હજુ માત્ર 9 ફિલ્મો જ કરી છે. પણ ફીસ મામલે તે ઘણાં બિગ સ્ટાર્સને પછાળે છે. એક્ટરે 10 દિવસની શૂટિંગનાં 20 કરોડ રૂપિયા લીધા છે. આ તે એક્ટર છે જેણે પ્યાર કા પંચનામા ફિલ્મ માટે માત્ર 1.25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં. એવામાં જ્યારથી કાર્તિકની મસમોટી ફી વાત વાયરલ થઇ છે ત્યારથી કયાસ લગાવવામાં આવે છે કે, એક્ટરનું કરિઅર હવે પીક પર પહોચી રહ્યું છે.
Published by: Margi Pandya
First published: March 27, 2021, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading