દિગ્દર્શકની ખુરશી પર કિરણ રાવની વાપસી, પૂર્વ પતિ આમિર ખાન કરી રહ્યા છે ફિલ્મ પ્રોડ્યૂસ

News18 Gujarati
Updated: January 16, 2022, 10:32 AM IST
દિગ્દર્શકની ખુરશી પર કિરણ રાવની વાપસી, પૂર્વ પતિ આમિર ખાન કરી રહ્યા છે ફિલ્મ પ્રોડ્યૂસ
આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન (Aamir Khan) ની પૂર્વ પત્ની અને દિગ્દર્શક કિરણ રાવ (Kiran Rao) ફરી એકવાર દિગ્દર્શનના ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. 2010 માં રિલીઝ થયેલી 'ધોબી ઘાટ' (Dhobi Ghat) માં દિગ્દર્શક તરીકેની શરૂઆત થઈ ત્યારથી, દર્શકો કિરણ રાવના ડિરેક્ટરની ખુરશી પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા

  • Share this:
બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) ની પૂર્વ પત્ની અને દિગ્દર્શક કિરણ રાવ (Kiran Rao) ફરી એકવાર દિગ્દર્શનના ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. 2010 માં રિલીઝ થયેલી 'ધોબી ઘાટ' (Dhobi Ghat) માં દિગ્દર્શક તરીકેની શરૂઆત થઈ ત્યારથી, દર્શકો કિરણ રાવના ડિરેક્ટરની ખુરશી પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. અને હવે દર્શકોની રાહનો અંત આવ્યો છે. લાંબા સમય બાદ દર્શકોને કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ જોવા મળશે. આમિર ખાન પ્રોડક્શન દ્વારા સમર્થિત કોમેડી-ડ્રામા પર કામ ચાલી રહ્યું છે, જેનું શૂટિંગ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં 8 જાન્યુઆરીથી શરૂ થશે.

ધોબી ઘાટનું નિર્માણ કર્યું ત્યારે બંને પતિ-પત્ની હતા

ધોબીઘાટની જેમ આમિર ખાન તેના પ્રોડક્શન હાઉસ હેઠળ બીજી ફિલ્મ બનાવી રહ્યો છે. જ્યારે આમિર ખાને ધોબીઘાટનું નિર્માણ કર્યું ત્યારે આમિર ખાન અને કિરણ રાવ (Aamir KhanKiran Rao) પતિ-પત્ની હતા. જો કે, હવે બંને વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે. આ પાવર કપલ 2021માં જ અલગ થઈ ગયા હતા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને જણાવ્યું હતું કે, બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.

આમિર ખાન અને કિરણ રાવ વચ્ચે મિત્રતા અકબંધ

આ પછી પણ બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે. બંને વચ્ચેની મિત્રતા અને માતા-પિતા તરીકેનો સંબંધ હજુ પણ અકબંધ છે. આમિર ખાન અને કિરણ રાવને એક પુત્ર છે, જેનું નામ આઝાદ છે. પરંતુ, બંનેએ જુલાઈ 2021માં એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી. જો કે, બંનેએ તેમના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, બંને પહેલાની જેમ જ મિત્રો રહેશે અને સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચોBollywood Celebrities : એવા બોલીવુડ સેલિબ્રિટીઝ જેમણે શરીરના અંગોનો પણ કરાવ્યો છે વીમોકિરણ રાવના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ 8 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો હશે. જેમાં એક મુખ્ય પાત્ર સ્પાર્ટ શ્રીવાસ્તવ પણ ભજવી રહ્યો છે. જે અગાઉ 'જમતારાઃ સબકા નંબર આયેગા' નામની વેબ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળી હતી. આ સિવાય તે બાલિકા વધૂ સિરિયલનો પણ ભાગ રહી ચૂક્યો છે.
Published by: kiran mehta
First published: January 16, 2022, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading