સુશાંતની અંતિમ ફિલ્મનું ટ્રેલર જોઇ તૂટી ગયુ ક્રિતિનું દિલ, બોલી- 'મારા માટે આ જોવી...'

News18 Gujarati
Updated: July 7, 2020, 4:32 PM IST
સુશાંતની અંતિમ ફિલ્મનું ટ્રેલર જોઇ તૂટી ગયુ ક્રિતિનું દિલ, બોલી- 'મારા માટે આ જોવી...'
સુશાંત સિંઘ રાજપૂતની (Sushant Singh Rajput) છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે જેનાં પર ક્રિતિએ રિએક્શન આપ્યું છે

સુશાંત સિંઘ રાજપૂતની (Sushant Singh Rajput) છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે જેનાં પર ક્રિતિએ રિએક્શન આપ્યું છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ તેની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' (Dil Bechara) રિલીઝ થવા જઇ રહી છે હાલમાં જ ફિલ્મનું શાનદાર ટ્રેલર આવ્યું આ ટ્રેલરમાં હસતાં બોલતા સુશાંતને જોઇને સૌની આંખો ભીની થઇ જાય. ફિલ્મનાં ટ્રેલરને પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. રિલીઝ બાદથી જ ટ્રેલર ટ્રેન્ડમાં છે. ઘણાં સેલિબ્રિટીઝ તરફથી તેનાં વખાણ થઇ રહ્યાં છે. ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ ગણાતી ક્રિતિ સેનન (Kriti Sanon)એ પણ સુશાંતનું ટ્રેલર શેર કર્યુ છે અને તેનાં પર રિએક્શન આપ્યું છે. તેણે દુખી થઇને સુશાંતને યાદ કર્યો છે. અને ટ્રેલર અંગે એવી વાત કરી કે જે જોઇને તમે પણ ઇમોશનલ થઇ જશો.

ક્રિતિએ ટ્વિટર પોસ્ટમાં ટ્રેલરની લિંક શેર કરી છે અને લખ્યું છે કે, 'દિલ બેચારા... આને જોવું મારા માટે ખરેખરમાં ખુબજ મુશ્કેલ થવાનું છે, પણ હું પોતાની જાતને રોકી પણ નહીં શકું..' આ પોસ્ટની સાથે ક્રિતિએ તુટેલાં દિલનું ઇમોજી શેર કર્યું છે. સુશાનંતનાં નિધન બાદ આ તેની અંતિમ ફિલ્મ છે જેનું ટ્રેલર સૌને ઇમોશનલ કરે તેવું છે. કૃતિ સેનને પણ ટ્વિટ દ્વારા તેની ભાવનાઓ જાહેર કરી છે.આપને જણાવી દઇએ કે, બોલિવૂડનાં તમામ સેલિબ્રિટીઝે તેમનાં સોશિયલ મીડિયા પર સુશાંતની છેલ્લી ફિલ્મનું ટ્રેલર શેર કરીને તેનાં વખાણ કર્યા છે. આ ઇન્ડસ્ટ્રીનાં તમામ સેલિબ્રિટીઝની સાથે સાથે સુશાંત સિંઘ રાજપૂતનાં પરિવાર અને ફેન્સ માટે પણ ખુબજ ઇમોશનલ છે. દિલ બેચારાને ચારેય તરફથી ખુબજ સપોર્ટ મળી રહ્યો છે. આ જ કારણ છે કે આ ફિલ્મનાં ટ્રેલરને સૌથી વધું લાઇક્સ મેળવવાનો ભારતીય ફિલ્મનો રેકોર્ડ પણ બનાવી લીધો છે.

આ પણ વાંચો-સુશાંત સિંઘ કેસ: મુંબઇ પોલીસે બિલ્ડિંગના CCTV ફૂટેજ કબજે લીધા

આપને જણાવી દઇએ કે, સુશાંત અને સંજના સ્ટાર ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇનાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઇ રહી છે ફિલ્મનાં ડિરેક્ટર મુકેશ છાબરાએ કર્યુ છે. આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ'ની ઓફિશિયલ હિંદી રિમેક છે.
Published by: Margi Pandya
First published: July 7, 2020, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading