કૃતિ સેનને 'મીમી' માટે વધાર્યું 15 કિલો વજન, સેટ પર ખૂબ જ ખાધા બર્ગર-ચોકલેટ


Updated: July 15, 2021, 7:30 PM IST
કૃતિ સેનને 'મીમી' માટે વધાર્યું 15 કિલો વજન, સેટ પર ખૂબ જ ખાધા બર્ગર-ચોકલેટ
કૃતિ સેનને મીમી માટે વધાર્યું 15 કિલો વજન, સેટ પર ખૂબ જ ખાધા બર્ગર-ચોકલેટ

આ ફિલ્મમાં કૃતિ સેનન (Kriti Sanon) વધુ એક વખત નવા રૂપમાં જોવા મળશે

  • Share this:
મુંબઈ : બોલિવૂડ એકટર કૃતિ સેનન (Kriti Sanon)ની ફિલ્મ મીમી(Mimi)નું ટ્રેલર 13 જુલાઈએ રિલીઝ કરી દેવાયું છે. આ ફિલ્મ સરોગેસી અને પ્રેગ્નેન્સી પર આધારિત છે. ટ્રેલરને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં કૃતિ સેનન (Kriti Sanon) વધુ એક વખત નવા રૂપમાં જોવા મળશે. કૃતિ સેનનના લૂકને લઈ શરૂઆતથી જ ચર્ચા થઈ રહી હતી. ત્યારે હવે ફિલ્મ મેકર્સે તેનો મેકિંગ વીડિયો રિલીઝ કર્યો છે.

આ મેકિંગ વીડિયો નેટફ્લિક્સ (Netflix) દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં કૃતિ સેનને કઈ રીતે ફીટ ફિગરને બદલ્યું અને 15 કિલો જેટલું વજન વધાર્યું તે જર્ની બતાવવામાં આવી છે. વીડિયોના પ્રારંભમાં ફિલ્મના ડાયરેક્ટર કહે છે કે, મિમીને લોકો સાથે કનેક્ટ કરવી હોય તો 15 કિલો વજન વધારવું પડશે. ત્યારબાદ સેટ પર બધા જ કૃતિનું ખાવા પીવાનું ધ્યાન રાખે છે. વીડિયોમાં તેને સતત ખાતી-પીતી જોઈ શકાય છે. છેલ્લે કૃતિ કહે છે કે, તેણે એ બધું જ ખાધું, જે તેને ખાવાની ના પાડવામાં આવી હતી. ફિલ્મની મેકિંગ વીડિયો ખૂબ જ મજેદાર છે.

આ પણ વાંચો - તાલિબાનોના ખુલ્યા નસીબ, પાકિસ્તાનને અડીને આવેલી ચોકી પર કબજો કર્યો તો મળ્યા 300 કરોડ રૂપિયા

તાજેતરમાં જ રિલીઝ થયેલા ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે, આ ફિલ્મમાં કૃતિ સેનન મધ્યમ વર્ગીય પરિવારની યુવતીનું પાત્ર ભજવી રહી છે. જે પૈસા માટે વિદેશી કપલના બાળકની સેરોગેટ માતા બનવા તૈયાર થઈ જાય છે. ત્યારબાદ જ્યારે દંપતી તેનો નિર્ણય બદલી દે છે અને બાળક ન જોઈતું હોવાનું કહે છે, ત્યારે મીમી ખૂબ હેરાન પરેશાન થઈ જાય છે.


ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી, સુપ્રિયા પાઠક અને કૃતિ સેનન જેવા કલાકારોનો દમદાર અંદાજ જોવા મળ્યો છે. જે ચાહકોને મંત્રમુગ્ધ કરી દેશે. કૃતિ સેનન પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત આવી ભૂમિકા ભજવી રહી છે. જે એકદમ અલગ અને પડકારજનક છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 30મી જુલાઈએ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ટ્રેલર મામલે દર્શકોની પ્રતિક્રિયા પરથી કહી શકાય કે આ ફિલ્મની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
First published: July 15, 2021, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading