Lata Mangeshkar Health Update: લતા મંગેશકર હજુ ICU માં, તબિયતમાં થોડો થયો સુધારો

News18 Gujarati
Updated: January 13, 2022, 12:45 PM IST
Lata Mangeshkar Health Update: લતા મંગેશકર હજુ ICU માં, તબિયતમાં થોડો થયો સુધારો
લતા મંગેશકરની તબીયતમાં થોડો સુધાર

સ્વરા કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) કોરોના (Covid-19) અને ન્યુમોનિયા (pneumonia) સામે લડાઈ લડી રહી છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (breach candy hospital mumbai) માં ICU માં દાખલ છે

  • Share this:
Lata Mangeshkar Corona positive : સ્વરા કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) કોરોના (Covid-19) અને ન્યુમોનિયા (pneumonia) સામે લડાઈ લડી રહી છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (breach candy hospital mumbai) માં ICU માં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર અને સુપ્રસિદ્ધ ગાયકની સારવાર કરી રહેલા ડો. પ્રતિત સમદાની (Dr Pratit Samdani) એ તેમના સ્વાસ્થ્ય વિશે એક મોટું અપડેટ (Lata Mangeshkar Health Update) આપ્યું છે. તેણે કહ્યું કે ગાયિકાની તબિયતમાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હાલમાં ICUમાં છે.

લતા મંગેશકર હજુ પણ ICUમાં છે

ડૉ.પ્રિતિત સમદાનીએ NNIને જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર હજુ પણ ICU (Lata Mangeshkar) વૉર્ડમાં છે, પરંતુ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. ફેન્સ એ જાણીને ખુશ છે કે 92 વર્ષીય લતા મંગેશકરની તબિયતમાં થોડો સુધારો થઈ રહ્યો છે પરંતુ સુધારો થઈ રહ્યો છે.

8 જાન્યુઆરીની સાંજથી હોસ્પિટલમાં દાખલ

બ્રીચ કેન્ડી હોસ્પિટલના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ લતા મંગેશકર (Lata Mangeshkar) ની સારવાર કરી રહી છે અને તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. લતા દી ગયા શનિવાર (8 જાન્યુઆરી) ની સાંજથી હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ મંગળવારે સમાચાર લીક થયા.

ઉંમરને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ સલાહ આપીડોક્ટરોના જણાવ્યા અનુસાર લતા મંગેશકરને કોરોના (Coronavirus) અને ન્યુમોનિયા બંને છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ સલાહ આપી છે કે તેમને સંભાળની જરૂર છે અને તેથી તેમને 'ICU'માં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Lata Mangeshkar: લતા મંગેશકરને કિશોર કુમારની આ આદતથી નફરત હતી, સાથે રેકોર્ડની ના પાડી દીધી હતી

લતા મંગેશકર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત

તમને જણાવી દઈએ કે લતા મંગેશકર (Lata Mangeshkar) નું કરિયર ઘણું સારું રહ્યું છે. લતા મંગેશકરે સંગીત જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. લતા મંગેશકરને તેમના યોગદાનને કારણે ઘણા સન્માનીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને ભારત રત્ન, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે.
Published by: kiran mehta
First published: January 13, 2022, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading