Lata Mangeshkar Health Update: લતા મંગેશકર હજુ ડોક્ટરોની દેખરેખમાં રહેશે, જાણો કારણ
News18 Gujarati Updated: January 16, 2022, 1:00 PM IST
લતા મંગેશકર તબીયતના સમાચાર
Lata Mangeshkar Health Update : લતા મંગેશકરના સ્વાસ્થ્ય (Lata Mangeshkar) અને ઉંમરને ધ્યાનમાં રાખીને, તેમને સાવચેતીના ભાગરૂપે ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેની કાળજી લેવામાં આવી રહી
સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. સિંગર કોવિડ 19 પોઝિટિવ (Lata Mangeshkar Covid 19 Positive) હોવાની સાથે સાથે ન્યુમોનિયા સાથે પણ લડાઈ લડી રહ્યા છે. લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (breach candy hospital mumbai) માં દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ આઈસીયુમાં (Lata Mangeshkar ICU) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગાયિકાને હજુ પણ ખાસ કાળજીની જરૂર છે, તેથી તેમને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. લતા મંગેશકર હજુ 5-6 દિવસ ડૉક્ટરોની દેખરેખમાં રહેશે.
લતા મંગેશકરના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેની કાળજી લેવામાં આવી રહી
તબીબોનું કહેવું છે કે, અત્યારે તેમની હાલત પહેલા જેવી જ છે, આવી સ્થિતિમાં કોઈને તેમને મળવાની મંજૂરી પણ ન આપી શકાય. લતા મંગેશકરના સ્વાસ્થ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખીને, તેમને સાવચેતીના ભાગરૂપે ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેની કાળજી લેવામાં આવી રહી છે.
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડોક્ટરે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, લતા મંગેશકરને સંભાળની જરૂર છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ANIના ટ્વીટ અનુસાર - 'મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા ડૉ. પ્રતા સમદાનીએ કહ્યું- ગાયિકા લતા મંગેશકરને સંભાળની જરૂર છે, તેથી તેઓ હજુ થોડા દિવસ ICUમાં ડૉક્ટરોની દેખરેખમાં રહેશે. તેમની હાલત પહેલા જેવી જ છે. હાલમાં કોઈને પણ તેમને મળવાની પરવાનગી નથી.
આ પણ વાંચો -
લતા મંગેશકર માટે મુશ્કેલ ભર્યા હતા સ્ટ્રગલના દિવસો, આંખો ભીંજવી દે તેવી સ્ટોરી ડોક્ટરોના જણાવ્યા અનુસાર, લતા મંગેશકરને કોરોના વાયરસ અને ન્યુમોનિયા બંને હતા. આ સિવાય તેમની ઉંમરને જોતા તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે, તેને અત્યારે ખાસ કાળજીની જરૂર છે, જેના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યી છે. મહાન ગાયકની સ્થિતિ પર ડોક્ટરો સતત નજર રાખી રહ્યા છે.
Published by:
kiran mehta
First published:
January 16, 2022, 1:00 PM IST