લીઝા હેડને વૂમન્સ ડે પર દીકરીનાં આવતા પહેલાં જ તેને કર્યું વિશ, પહેલાં જ જણાવ્યું હતું બાળકનું લિંગ

News18 Gujarati
Updated: March 9, 2021, 5:53 PM IST
લીઝા હેડને  વૂમન્સ ડે પર દીકરીનાં આવતા પહેલાં જ તેને કર્યું વિશ,  પહેલાં જ જણાવ્યું હતું બાળકનું લિંગ
(PHOTO: @Lisa Lalvani)

બોલ્ડનેસ માટે બોલિવૂડ (Bollywood)માં ઓળખ બનાવનારી લીઝા હેડન (Lisa Haydon) જલદી જ તેનાં ત્રીજા બાળકને જન્મ આપવાની છે. તેનાં ક્યૂટ બેબી બમ્પની સાથે લીઝાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ ટપર બે ત્રણ તસવીરો પોસ્ટ કરી છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મથી બોલિવૂડ (Bollywood)માં તેની ઓળખ બનાવનારી એક્ટ્રેસ લીઝા હેડન (Lisa Haydon) ત્રીજી વખત ગર્ભવતી છે. આ વાત તો અમે આપને પહેલાં જ જણાવી હતી. પણ લીઝા તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં નજર આવી રહી છે. 8 માર્ચનાં ઇન્ટરનેશનલ વૂમન્સ ડે સમયે લીઝાએ એક તસવીર શેર કરી હતી લીઝાએ આ વાત પરથી પડદો ત્યારે જ ઉઠાવી દીધો હતો. કે તે દીકરીને જન્મ આપવાની છે.

બોલ્ડનેસ માટે બોલિવૂડ (Bollywood)માં ઓળખ બનાવનારી લીઝા હેડન (Lisa Haydon) જલદી જ તેનાં ત્રીજા બાળખને જન્મ આપવાની છે. તેનાં ક્યૂટ બેબી બમ્પની સાથે લીઝાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ ટપર બે ત્રણ તસવીરો પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, 'મારી સૌથી નાની વૂમનની સાથે' આ પોસ્ટ દ્વારા લીઝાએ ફેન્સને જણાવ્યું કે, તેનું ત્રીજુ સંતાન દીકરી છે. આ પહેાલં લીઝા બે દીકરાની માતા બની ગઇ છે. લીઝાને આ પોસ્ટ પર ફેન્સ સતત કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું છે કે, 'એવું ફક્ત તમે જ કરી શકો છો.. આપને વધામણા..' અન્ય એકે લખ્યું છે કે, 'આપ કમાલ છો લીઝા.. લવ યૂ'

પ્રેગ્નેન્સી પીરિયડમાં લીઝા હેડન (Lisa Haydon) ફેમિલી સાથે વેકેશન મનાવી રહી છે. લીઝા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા (Social Media) પર બિકિની ફોટો શેર કર્યો છે. લીઝાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

(PHOTO: @Lisa Lalvani)


આ તસવીરમાં લીઝા બિકિની પહેરી નદીની વચ્ચો વચ ઉભેલી નજર આવે છે. લીઝા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં તેણે સોશિયલ મીડિયા (Social Media) પર બિકિની ફોટો શેર કર્યો છે. તેણે ક્યૂટ બેબી બંપ નજર આવે છે. લીઝાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં લીઝા બિકિની પહેરેલી નદીની વચ્ચોવચ્ચ ઉભેલી નજર આવી રહી છે. તેણે માથે હેટ પણ લગાવેલી છે. આ ફોટોમને લીઝા સુંદર નજારો એન્જોય કરતી નજર આવી રહી છે. આ ફોટો શેર કરતાં તેણએ જણાવ્યું કે, આ તસવીર જાન્યુઆરી 2021માં લેવામાં આવી હતી.આપને જણાવી દઇએ કે, લીઝા હેડને ઓક્ટોબર 2016માં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યાં હતાં. જે બાદ મે 2017માં તેણે તેનાં પહેલાં દીકરા જેકને જન્મ આપ્યો હતો. લીઝા 2020 ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની હતી. લીઝાએ સોશિયલ મીડિયા પર જાતે તેની માહિતી આપી છે. લીઝા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. ફોટોશૂટથી લઇ વેકેશન અને હવે પ્રેગ્નેન્સી લીઝા ખુલીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Published by: Margi Pandya
First published: March 9, 2021, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading