આમિર ખાન બાદ હવે લૂડો ફેઇમ ROHIT SARAF થયો કોરોના પોઝિટિવ, પોતાને કર્યો આઇસોલેટ

News18 Gujarati
Updated: March 25, 2021, 10:39 AM IST
આમિર ખાન બાદ હવે લૂડો ફેઇમ ROHIT SARAF થયો કોરોના પોઝિટિવ, પોતાને કર્યો આઇસોલેટ
રોહિત શરાફ કોરોના પોઝિટિવ

રોહિતનો કોરોના ટેસ્ટ (Covid 19) પોઝિટિવ આવ્યો છે. જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં એક વખત ફરી કોરોના વાયરસ (CoronaVirus)નાં કેસ વધી રહ્યાં છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક સ્ટાર્સ તેની ચપેટમાં આવી રહ્યો છે. હવે આ લિસ્ટમાં લૂડો ફેઇમ એક્ટર રોહિત સરાફ (Rohit Saraf)નું નામ શામેલ થઇ ગયુ છે. રોહિતનો કોરોના ટેસ્ટ (Covid 19) પોઝિટિવ આવ્યો છે. જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રોહિત શરાફનાં પોઝિટિવ આવ્યા બાદ તેણે કહ્યું કે, તેણે સાવધાની રાખી હતી છતાં પણ તે કોરોના પોઝિટિવ આવ્યો છે. રોહિતે તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આ વાત જણાવી છે. તેણે લખ્યું છે કે, સાવધાની રાખવા છતાં મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વાયરસ છે તેને આપણે ભૂલવો ન જોઇએ. એક પણ પળની લાપરવાહી ન કરવી પ્લીઝ. હું હચાર દિવસોથી આઇસોલેશનમાં છું જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. હું આપ સૌને અપીલ કરું છું. કે પોતાનાં માટે અને બીજાનાં માટે સચેત રહો. એક્ટરે આ વાત જણાવી કે તેની હાલમાં સુધારો થઇ રહ્યો છે. તેની સાથે જ તેણ તે તમામ લાકોને કોરોના ટેસ્ટ કરવાં સલાહ આપી છે જે છેલ્લા સાત દિવસમાં સંપર્કમાં આવ્યાં છે.

આપને જણાવી દઇએ કે, રોહિત 'લૂડો'માં એક્ટર રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, આદિત્ય રોય કપૂર, સાન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ જેવાં સ્ટાર્સ હતાં. આ ફિલ્મમાં અનુરાગ બાસુએ ડિરેક્ટ કરી હતી. જે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. આ ઉપરાંત તે નેટફિલક્સની વેબ સીરીઝ મિસ મેચમાં નજર આવી હતી.

ગત દિવસોમાં સિનેમા જગતનાં ઘણાં સ્ટાર્સ કોરોના પોઝોટિવ આવ્યાં છે જેમાં કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, રણબીર કપૂર અને સતીશ કૌશિક સહિતનાં અન્ય બોલિવૂડ સ્ટાર્સ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતાં. આ સ્ટાર્સ ઉપરાંત બોલિવૂડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
Published by: Margi Pandya
First published: March 25, 2021, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading