એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી અંગે મહારાષ્ટ્ર સરકાર ખુબજ સતર્ક, દર 15 દિવસે થશે કોરોના ટેસ્ટ

News18 Gujarati
Updated: April 11, 2021, 5:10 PM IST
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી અંગે મહારાષ્ટ્ર સરકાર ખુબજ સતર્ક, દર 15 દિવસે થશે કોરોના ટેસ્ટ
કોરોનાનાં વધતા કેસ

માયાનગરીમાં કોરોના મહામારીનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. જેને કારણે ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં લોકોનો દર 15 દિવસે કોરોના ટેસ્ટ (Covid-19 Test) કરાવવાં માટે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ ગાઇડલાઇન જારી કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોના મહામારી (Corona Pandemic) એક વખત ફરી ખરાબ રીતે ફેલાતો જઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને સંકટ વધતો જઇ રહ્યો છે. એવામાં મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) માટે સમસ્યાથી ઝઝુમવું ઘણું મુશ્કેલ ભરેલું થઇ ગયું છે. કોરોનાની નવી લહેર વચ્ચે હાલમાં જ પ્રદેશ સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન્સ જારી કરતાં ફિલ્મ અને ટીવી સીરિયલની શૂટિંગમાં હિસ્સો લેનારા સેલિબ્રિટીઝને દર 15 દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો અનિવાર્ય કરી દીધો છે. આ ગાઇઢલાઇન હેઠળ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં આશરે 15 હજાર લોકોએ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે તેમ માહિતી સામે આવી છે.

એબીપી ન્યૂઝની રિપોર્ટ મુજબ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલનાં અધ્યક્ષ જેડી મજેઠિયાએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, 'દર 15 દિવસમાં RT-PCR ટેસ્ટ કરવાનો નિર્ણ મહારાષ્ટ્ર સરકારની નવી કોરોના ગાઇડલાઇન્સનો જ ભાગ છે. જે હેઠળ હવે અંદાજે 15 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવી ચુક્યો ચે જેમાં 9 હજાર લોકોનાં ટેસ્ટ રિપોર્ટ્સ આવી ગયા છે. જેમનાં ડેટા અને રિપોર્ટને IFTPCએ સરકાર સાથે શેર કરવામાં આવ્યાં છે. ' ફિલ્મો, ટીવી અને વેબ શોઝની શૂટિંગ અંગે તમામ પ્રકારની સાવધાની વર્તવાનો નિર્માતા અને તમામ પ્રોડક્શન હાઉસ તૈયાર છે અને કોરોનાનાં સંકટ વચ્ચે તમામ નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, દેશભરમાં વધતા કોરોનાનાં નવાં કેસમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. મહારાષ્ટ્રમાં ઘણાં પ્રકારની પાંદીઓ છતાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. એવામાં એક વખત ફરી મહારાષ્ટ્ર માં લોકડાઉન થાય તેવાં અણસાર નજર આવી રહ્યાં છે ખબરોની માનીયે તો, રાજ્યમાં કોરોનાની રફ્તાર ધીમી કરવા માટે 15 દિવસોનું લોકડાઉન લગાવવાનો સરકારનો વિચાર છે. ટાસ્ક ફોર્સમાં શામેલ એક્સપર્ટ્સનું માનીયે તો, રાજ્યમાં કોરોનાનાં સંક્રમણની ચેન તોડવા માટે ઓછામાં ઓછા બે અઠવાડિયાનું લોકડાઉન લગાવવું જરૂરી છે.
Published by: Margi Pandya
First published: April 11, 2021, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading