રિલીઝ થયું ફિલ્મ 'મણિકર્ણિકા'નું ટ્રેલર, જુઓ કંગનાનો દમદાર અવતાર

News18 Gujarati
Updated: December 18, 2018, 4:26 PM IST
રિલીઝ થયું ફિલ્મ 'મણિકર્ણિકા'નું ટ્રેલર, જુઓ કંગનાનો દમદાર અવતાર
રુવાટા ઉભા કરી દેશે કંગનાની 'મણિકર્ણિકા'નું ટ્રેલર

રુવાટા ઉભા કરી દેશે કંગનાની 'મણિકર્ણિકા'નું ટ્રેલર

  • Share this:
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફેન્સને લાંબા સમયથી તેમની રાહ હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. ટ્રેલર દમદાર છે. તેમા રાણી લક્ષ્મીબાઇના બાળપણથી લઇને્ લગ્ન અને ફરી અંગ્રેજો સાથે લડનારી મર્દાની અલગ-અલગ રુપમાં જોવા મળશે.

ટ્રેલરમાં ઝાંસીની રાણીના રુપમાં કંગના રનૌત એક નીડર અને સાહસી નજર આવી રહી છે. ફિલ્મમાં ઝાંસીની રાણીના રુપમાં કંગનાનો શું તેવર અને દાવપેચ હશે, આ ટ્રેલરને જોઇને જાહેર થાય છે. આ ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.બાળપણથી આપણે રાણી લક્ષ્મીબાઇના બહાદુરીના કેટલાક કિસ્સા સાંભળ્યા હશે. ફિલ્માં આ જોયા બાદ જોવાનો અનુભવ તમને કંગનાની ફિલ્મમાંથી મળી શકે છે. આ ફિલ્મ કંગનાએ મનુથી રાણી લક્ષ્મીબાઇ બનવા સુધીના સફરને નિભાવ્યો છે. ફિલ્મ માટે તેમણે સારી તાકાત લગાવી દીધી છે. એટલું જ નહીં આ ફિલ્મમાં કંગનાએ 14 કરોડ ચાર્જ કર્યા છે.


ફિલ્મમાં વિલેન ડેની ડેન્ઝોંગપા ગુલામ ગોસ ખાનની ભૂમિકામાં છે. ગુલામ ગોસ ખાન રાણી લક્ષ્મીબાઇના મુખ્ય કમાન્ડર હતા. આ ફિલ્મમાં 150 વર્ષ જૂના હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મનું બજેટ 225 કરોડ જેટલું છે.
Published by: Bhoomi Koyani
First published: December 18, 2018, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading