મનોજ બાજપેયી બાદ તેની પત્ની થઇ કોરોના પોઝિટિવ, એકટરે લોકોને કર્યા સચેત

News18 Gujarati
Updated: March 21, 2021, 10:40 AM IST
મનોજ બાજપેયી બાદ તેની પત્ની થઇ કોરોના પોઝિટિવ, એકટરે લોકોને કર્યા સચેત
(Instagram @ManojBajapyee)

મનોજ બાજપેયી (Manoj Bajpayee)એ આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં કહ્યું કે, તે કોરોના વાયરસ (Corona Virus)થી સંક્રમિત થવાને કારણે ઘરમાં જ ક્વૉરન્ટિન છે. તે સંક્રમિત થયો કારણ કે તેણે નિયમોનું પાલન કર્યું ન હતું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહારાષ્ટ્રમાં આ સમયે ફરી કોરોના (Covid-19)એ માથુ ઉચક્યું છે. અને વાયરસનો શિકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સેલિબ્રિટીઝ થયા છે. ગત દિવસોમાં એક્ટર મનોજ બાજપેયી (Manoj Bajpayee)નો કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેણે પોતાની જાતને હોમ ક્વૉરન્ટિન કરી લીધો હતો. હવે ખબર આવી છે કે, એક્ટરની વાઇફ નેહા પણ કોરોનાનો શિકાર થઇ ગઇ છે. એક વર્ય્યુઅલ ઇવેન્ટમાં એક્ટરે કહ્યું કે, કોરોના વાયરસ નિયમોનું કડકાઇથી પાલન કરો.

મનોજ બાજપેયીએ આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં કહ્યું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે ઘરમાં જ ક્વૉરન્ટિન થયા છે. તેમને કોરોનાનો ચેપ એટલે લાગ્યો કારણ કે તેમણે નિયમોનું પાલન કર્યું ન હતું. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોડક્શન હાઉસે પણ સુનિશ્ચિત કવરું જોઇએ કે, શૂટિંગ દરમિયાન સૌ કોઇ કોરોનાનાં નિયમોનું પાલન કરે. હજુ બધુ સામાન્ય થવામાં સમય લાગશે. લોકોએ તેથી એડજસ્ટ કરવાનું રહેશે.

ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું કે, હું રિકવર થઇ રહ્યો છું સ્વાસ્થ્ય હિસાબે જોઇએ તો, આ મારા અને મારી પત્ની માટે મુશ્કેલ સમય છે. રિકવરી જરાં ધીમી છે પણ અમે હવે પહેલાં કરતાં વધુ સારુ અનુભવ કરીએ છીએ અમારાં સ્વાસ્થ્યની માહિતી લેવા બદલ આપ સૌનો આભાર. અમારે હોમ ક્વૉરન્ટિન થયે 12 દિવસ થઇ ગયા છે. હું જ્યાં સુધી ઘર પર છું ત્યાં સુધી વધુ કંઇ કરી શકું તેમ નથી. હું રાહ જોઇ રહ્યો છું કે ક્યારે મારો ફાઇનલ ટેસ્ટ થાય અને મારો રિપોર્ટ નેગેટિવ આવે.

આપને જણાવી દઇએ કે, ફિલ્મનાં ડિરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ મનોજ બાજપેયીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મનોજ બાજપેયીનો પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો જે બાદ શૂટિંગ થોડા મહિનાઓ માટે રોકી દેવામાં આવી છે. ગત અઠવાડિયામાં રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનોજ બાજપેયી તેમની અપકમિંગ ફિલ્મ 'ડિસ્પેચ'નાં શૂટિંગમાં વ્યસ્ત હતાં. આ ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર ફ્રિલમમાં મનોજ બાજપેયી અને શહાના ગોસ્વામી લિડ રોલમાં છે.
Published by: Margi Pandya
First published: March 21, 2021, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading