ફિલ્મ ‘Mission Majnu’ના સેટ પર સિદ્ધાર્થ મલ્હોત્રાને થઇ ઈજા, દવા લઇને પણ પૂરું કર્યું શૂટિંગ


Updated: April 7, 2021, 11:06 AM IST
ફિલ્મ ‘Mission Majnu’ના સેટ પર સિદ્ધાર્થ મલ્હોત્રાને થઇ ઈજા, દવા લઇને પણ પૂરું કર્યું શૂટિંગ
ફાઇલ તસવીર

સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં એક કવર ઓપરેટિવનું પાત્ર ભજવી રહ્યા છે.

  • Share this:
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) ફિલ્મ ‘મિશન મજનૂ’નું (Mission Manju) શુટિંગ કરી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ લખનઉમાં થઈ રહ્યું છે. ફિલ્મમાં કેટલાક એક્શન સીન પણ છે, જેનું શુટિંગ કરતા સમયે સિદ્ધાર્થ મલ્હોત્રાને ઈજા થઈ છે. ફિલ્મ ‘મિશન મજનૂ’ 1970ના દાયકાની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં એક કવર ઓપરેટિવનું પાત્ર ભજવી રહ્યા છે.

ફિલ્મ સેટ પર ઈજા થવા છતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક્શન સીનનું શુટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મમાં જમ્પ એક્શન સીનનું શુટિંગ કરતા સમયે એક મેટલના ટુકડા સાથે પગ અથડાતા તેમને ઘુંટણમાં ઈજા થઈ છે. આ ઈજાને ધ્યાનમાં ન લેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આરામ કરવાની જગ્યાએ મેડિકેશન લીધી અને એક્શન સીનનું શુટિંગ 3 દિવસ સુધી કરીને સીનને પૂરો કર્યો હતો.ફિલ્મ ‘મિશન મજનૂ’ ભારત-પાકિસ્તાનના સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં પાકિસ્તાનમાં થયેલ ભારતના સૌથી સાહસી મિશનની કહાની છે. આ મિશને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં બદલાવ કર્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મનો પ્રથમ લુક સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.

ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની પહેલી ઝલક જોવા મળી હતી. અભિનેતાનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રૉ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. જે પાકિસ્તાનમાં એક સિક્રેટ મિશનને લઈને કાર્યરત છે.઼ફિલ્મ ‘મિશન મજનૂ’ શાંતનુ બાગચી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના જોવા મળશે. રશ્મિકા મંદાના આ ફિલ્મ દ્વારા બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મનું શુટિંગ શરૂ થતા રશ્મિકાએ એક વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે આ ફિલ્મને લઈને તેઓ ખૂબ જ ઉત્સુક છે અને નર્વસ પણ.
First published: April 7, 2021, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading