ગુજરાત ATSની ચાર મહિલા પોલીસકર્મીઓ પર 'ખિલાડી 786'નાં ડિરેક્ટર બનાવશે ફિલ્મ

News18 Gujarati
Updated: March 4, 2021, 4:22 PM IST
ગુજરાત ATSની ચાર મહિલા પોલીસકર્મીઓ પર 'ખિલાડી 786'નાં ડિરેક્ટર બનાવશે ફિલ્મ
ગુજરાત ATSની મહિલા પોલીસ અધિકારીઓ

ગુજરાતનાસૌથી ખુંખાર ગુનેગારમાંથી એકને ઝડપનારા ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ચાર મહિલા પોલીસકર્મીઓની (Gujarat Police) આ સફળતા પર ફિલ્મ બનવાની છે. જેમાં તેમની વીરતાની કહાની દર્શાવવામાં આવશે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારસુધીમાં પોલીસ પરથી જેટલી પણ ફિલ્મો બની તે તમામ પર પુરુષોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે. પણ, આ વખતે મહિલાઓ ને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવશે. અને આ મહિલા પોલીસની કહાની અન્ય કોઇ નહીં પણ ગુજરાત ATS પોલીસની છે.જેમણે ખતરનાક મિશન પાર પાડીને ક્રિમિનલને ઝડપી પાડે છે.

અલગ-અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતી ચાર મહિલા પોલીસ અધિકારી સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા માલ પોતાનો જીવ જોખમમાં મૂકીને મિશનને સફળતાપૂર્વક પૂરુ પાડ્યું હતું અને ક્રિમિનલને પકડી પાડ્યો હતો.

કેવું હતું ઓપરેશન?

ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના DIG હિમાંશુ શુક્લા એ વ્યક્તિ હતા જેમણે આ ચારેય મહિલાઓને મિશન માટેની જવાબદારી સોંપી હતી. તેમણે કહ્યું કે, 'આ મિશન દરેક માટે તે વાતનું રિમાઈન્ડર છે કે પોલીસ વિભાગમાં મહિલાઓ પ્રત્યેનો ભેદભાવ એ માત્ર પુરુષવાદના અતિઅભિમાન સિવાય બીજું કંઈ નથી. આ એક ખતરનાક ઓપરેશન હતું અને મને ટીમ પર ગર્વ છે. મને ખુશી છે કે તેમના આ બહાદુર પ્રયાસને હવે મોટા પડદા પર દેખાડવામાં આવશે'.

આ ઐતિહાસિક ઓપરેશનમાં ચાર મહિલાઓને મદદરુપ થનારા પોલીસ ઈન્સપેક્ટર જીગ્નેશ અગ્રાવત હતા, જેમની ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ કુશળતાએ ટીમને માર્ગદર્શન આપ્યું હતું. ચારેય મહિલા પોલીસકર્મીઓના રોલ માટે કાસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે.

આશિષ આર મોહન કરશે ડિરેક્ટડિરેક્ટર આશિષ આર મોહને કહ્યું કે, 'આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયી કહાનીને મોટી સ્ક્રીન પર દેખાડવી તે મારા માટે ખરેખર ગર્વની વાત છે'.

આશિષ આર મોહને ગોલમાલ, ખેલાડી 876, ગોલમાલ રિટર્ન્સ તેમજ ઘણી કોમેડી એક્શન ફિલ્મો લખી છે.

ગુજરાતની ATS મહિલા પોલીસ અધિકારીઓ પર બનવાની ફિલ્મ  આ વર્ષે જ તૈયાર થશે. ફિલ્મની સ્ટોરી સંજય ચૌહાણે (પાન સિંહ તોમર ફેમ) લખી છે. જ્યારે ફિલ્મ Wakaoo Films દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે.
Published by: Margi Pandya
First published: March 4, 2021, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading