મુકેશ ખન્નાએ યૂટ્યૂબ પર શેર કર્યું સીક્રેટ, જણાવી 'શક્તિમાન'નાં ઘાયલ થવાની કહાની

News18 Gujarati
Updated: April 13, 2021, 11:54 AM IST
મુકેશ ખન્નાએ યૂટ્યૂબ પર શેર કર્યું સીક્રેટ, જણાવી 'શક્તિમાન'નાં ઘાયલ થવાની કહાની
મુકેશ ખન્નાએ જણાવ્યો શક્તિમાનનાં ઘાયલ થવાનો કિસ્સો

'શક્તિમાન' (Shaktimaan) ઇન્ડિયન ટેલીવિઝન પર આવનારો પહેલો સુપરહીરો શો હતો. આ શો અંગે બાળકોની સાથે સાથે મોટાઓને પણ તેનો ક્રેઝ હતો. શક્તિમાનનો રોલ અદા કરનારા એક્ટર મુકેશ ખન્ના (Mukesh Khanna)એ શૂટિંગનાં દિવસોની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આપણાં માંથી મોટાભાગનાં લોકોને બાળપણમાં દૂરદર્શન પર ટેલીકાસ્ટ થનારા શો 'શક્તિમાન' (Shaktimaan)નો પ્રોમો સાંભળીને જ એક હાથ ઉપર કરી ગોળ ગોળ ફરવાનો પ્રયાસ કરવા લાગતા. જોકે શો દરમિયાન વારંવાર આ ચેતાવણી પણ આપવામાં આવતી કે, આનું અનુકરણ ન કરવું. 90નાં દાયકામાં જ્યાં ટેક્નોલોજીનો આટલો વિકાસ થયો ન હતો તે સમયે 'શક્તિમાન' પહેલો સુપરહીરો હતો. જે ક્યાંય પણ ઉડીને જઇ શકતો હતો. શક્તિમાન બનેલા મુકેશ ખન્ના (Mukesh Khanna)નાં જીવનમાં આ સીરિયલ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. આ શોનાં શૂટિંગ સમયે 100 ફીટની ઉંચાઇ પરથી તે પડી ગયા હતા જે ઘટના તેમણે હાલમાં જણાવી છે.

મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર 'શક્તિમાન'નાં શૂટિંગ સમયની વાત જણાવતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુકેશ ખન્નાએ કેપ્શનમાં લખ્યું છે, 'શક્તિમાન ઘાયલ'. મુકેશ ખન્નાએ જણાવ્યું કે, જ્યારે તે શૂટિંગ સમયે 100 ફીટની ઉંચાઇથી નીચે આવી રહ્યાં હતાં ત્યારે તેમની લેન્ડિગ બરાબર થઇ ન હતી. અને તેઓ પડી ગયા હતાં જે બાદ તેમનાં પગનું હાડકું તુટી ગયુ હતું.

મુકેશ ખન્નાએ જણાવ્યું કે, 'શક્તિમાન'ની શૂટિંગ પૂર્ણ થયાનાં કેટલાંક વર્ષો બાદ મુકેશ ખન્ના એક એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ કરતા હતાં. ત્યારે પ્રખ્યાત સ્ટંટ ડિરેક્ટર શામ કૌશલ જેમણે શક્તિમાનનાં સ્ટંટ ડિરેક્ટ કર્યાં હતાં તે એડનાં સ્ટંટનાં પણ ડિરેક્ટર હતાં.

મને એક તાર સાથે બાંધવામાં આવતો પછી ક્રેનથી ઉપર ખેંચવામાં આવતો. અને હું હવામાં હોતો. શોટ બાદ મને લેન્ડ કરાવવામાં આવતો હતો. 6 લોકો તે તારને પકડી રાખતાં હતાં. અને મારી સોફ્ટ લેન્ડિંગ થતું હતું. એક શોટનાં રિહર્સલ હું કરી રહ્યો હતો. તે સમયે ઉપર ગયો અને જેમ નીચે આવ્યો સોફ્ટ લેન્ડિંગની જગ્યાએ જમીન પર પડ્યો અને દુરદથી પિડાવાં લાગ્યો. મારા પગનું હાડકુ તુટી ગયુ હતું. ઘણાં દિવસ સુધી વ્હીલચેર પર રહેવું પડ્યું હતું.'
Published by: Margi Pandya
First published: April 13, 2021, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading