નંબી નારાયણન, એક એવા વૈજ્ઞાનિક જેમને ફસાવાયા હતા ખોટા કેસમાં, હવે માધવને તેમના પર બનાવી ફિલ્મ


Updated: April 5, 2021, 4:17 PM IST
નંબી નારાયણન, એક એવા વૈજ્ઞાનિક જેમને ફસાવાયા હતા ખોટા કેસમાં, હવે માધવને તેમના પર બનાવી ફિલ્મ
નંબીના રોલમાં નજરમાં આવશે આર માધવન

લોકોમાં જીજ્ઞાસા છે કે, આ નંબી નારાયણન છે કોણ? આ ફિલ્મ નંબી નરાયણ પર બની છે. જેમને 2019માં પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેઓ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા

  • Share this:
આર માધવનની ગણતરી ખૂબ સારા અભિનેતાઓમાં થાય છે. હવે તેઓ નિર્દેશક બની ગયા છે. નિર્દેશક તરીકે તેની પ્રથમ ફિલ્મ રોકેટ્રી ધી નંબી ઇફેક્ટમાં તેમણે રોકેટ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી છે.

આ ફિલ્મના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આવી સ્થિતિમાં લોકોમાં જીજ્ઞાસા છે કે, આ નંબી નારાયણન છે કોણ? આ ફિલ્મ નંબી નરાયણ પર બની છે. જેમને 2019માં પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેઓ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. જેમના પર થયેલી કાર્યવાહી પરથી આ ડ્રામા ફિલ્મ બની છે.

કોણ છે નંબી નારાયણ

મૂળ તમિળનાડુના વતની નંબી નારાયણ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર હતા. તેમને કથિત જાસૂસી કાંડમાં પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે તે ઇસરોના સાયરોજેનિક્સ વિભાગના વડા હતા. નવેમ્બર 1994માં નંબી પર વિદેશી એજન્ટો સાથે ભારતના અંતરિક્ષ કાર્યક્રમ સંબંધિત કેટલીક ગોપનીય માહિતી શેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસ શું હતો તેની ચર્ચા કરીશું.

નંબીના કેરિયરમાં સારાભાઈનો ફાળો મોટો હતો. તામિલ બ્રાહ્મણ પરિવારના નંબી 1966માં વિક્રમ સારાભાઇને મળ્યા હતા. સારાભાઈ તે સમયે ઇસરોના અધ્યક્ષ હતા. ત્યારે નંબી રોકેટ માટે પેલોડ ઇન્ટિગ્રેટર તરીકે કામ કરતા હતા. સારાભાઇ માત્ર લાયક લોકોની ભરતીની તરફેણમાં હોવાથી નંબીએ એમટેક માટે તિરુવનંતપુરમની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચોચોંકાવનારો રિપોર્ટ: વર્ષ 2025 સુધીમાં જશે દર 10માંથી 6 લોકોની નોકરી ઉલ્લેખનીય છે કે સારાભાઈના પ્રયત્નોને કારણે નંબીને નાસાની ફેલોશિપ મળી હતી. ત્યાંથી તેણે રાસાયણિક રોકેટ પ્રોપલ્શનમાં માસ્ટર ડિગ્રી ફક્ત દસ મહિનામાં જ મળી હતી, જે એક રેકોર્ડ હતો. તેમને અમેરિકામાં નોકરીની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓ ભારત પરત ફર્યા હતા. નંબીએ 1970ના દાયકાની શરૂઆતમાં ફ્યુઅલ રોકેટ ટેકનોલોજીનો પ્રારંભ કર્યો હતો. જ્યારે એપીજે અબ્દુલ કલામની ટીમ સોલિડ મોટર પર કામ કરી રહી હતી.

તેઓ ભવિષ્ય માટે નવી તકનીકી પર કામ કરવા માંગતા હતા. જેમાં તેમને સતિષ ધવન અને યુઆર રાવ જેવા દિગ્ગજોની પણ ટેકો મળ્યો. તેઓ સફળ રહ્યા હતા. તેમણે દેશમાં પ્રથમ વખત લિકવિડ પ્રોપેલેંટ મોટર વિકસાવી હતી. ફ્રન્ટલાઇનના અહેવાલ મુજબ ભારતે રશિયાને 235 કરોડમાં આ ટેકનોલોજી વેચવા માટે 1992માં ડીલ પણ કરી હતી, પરંતુ અમેરિકાની દખલથી તે શક્ય બની નહોતી.

આ આંતરરાષ્ટ્રીય સોદા અને ક્રાયોજેનિક એન્જિનના કેસમાં આગ લાગી હતી અને કલંક લાગ્યું હતું. આ મામલો 1994માં જાસૂસી કૌભાંડ સુધી પહોંચી ગયો હતો. જેમાં નંબી ઝપટે ચડી ગયા હતા. તેમના પર જાસૂસીનો આરોપ મૂકાયો. આ કેસ પર આધારીત માધવનની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

આખરે શું હતો કેસ, ફેંસલો શું આવ્યો?

વિદેશી એજન્ટોને 'ફ્લાઇટ ટેસ્ટ ડેટા' કરોડોમાં વેચવાના આરોપમાં ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. નંબીના મત મુજબ દબાણ હેઠળ ઇસરોના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ નિવેદનો લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, નંબીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તપાસ એજન્સી મુજબ ખોટા આરોપોનો સ્વીકાર ના કરતા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોમાત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 50000થી વધુની થશે આવક, જાણો - કેવી રીતે

આરોપોને ફગાવી દેવાયા

નોંધનીય છે કે, 1996માં સીબીઆઈએ નંબી પરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.1998માં સુપ્રીમ કોર્ટની બેંચે પણ તેમના ઉપરના આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ ત્યારે મોડું થઈ ગયું હતું. તેમની કારકિર્દી પડી ભાંગી હતી. 2001માં નંબીનો નિવૃત્તિ લેવાનો સમય આવ્યો હતો. પરંતુ તેમણે આ કેસ આગળ લડવાનો નિર્ણય કર્યો હતો.

વળતર ચૂકવાયું

નંબીની ધરપકડ અને ખોટા કેસ તપાસ સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે કરી હતી. તપાસ બાદ કેરળ સરકારને માનસિક ત્રાસના વળતર તરીકે નંબીને 50 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેરળ સરકારે આ આદેશ સ્વીકાર્યો હતો અને નંબીને 1.3 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

2019માં મળ્યું સન્માન

આ પછી નંબીને 2019માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો હતો. હવે આર માધવન તેમના જીવનના આ ખોટા કેસ લઈ ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક, લેખક અને નિર્માતા પણ માધવન જ છે.
First published: April 5, 2021, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading