નવાઝુદ્દીન સિદ્દીકીએ એક્ટ્રેસને કહ્યું, 'ઓકાતમાં રહો' જાણો શું છે આખો મામલો, VIDEO

News18 Gujarati
Updated: March 28, 2021, 9:55 AM IST
નવાઝુદ્દીન સિદ્દીકીએ એક્ટ્રેસને કહ્યું, 'ઓકાતમાં રહો' જાણો શું છે આખો મામલો, VIDEO
નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)નો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે તેની કો સ્ટાર નેહા શર્મા (Neha Sharma)ને ધક્કો મારે છે અને તેને ઓકાતમાં રહે તેમ બોલતો નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ તેની એક્ટિંગથી હજારો લોકો પ્રેરિત થયા છે. ફિલ્મમાં તેનાં અભિનય અને ડાઇલોગ્સથી દર્શકોનાં દિવાના બનાવી ચૂક્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો પહેલો મ્યૂઝિક વીડિયો 'બારિશ કી જાય' (Baarish Ki Jaaye) હાલમાં જ રિલીઝ થયો છે. આ મ્યૂઝિક વીડિયોની સાથે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે તેની કો સ્ટાર નેહા શર્મા (Neha Sharma)ને ધક્કો મારે છે અને ઓકાતમાં રહેવાની વાત કરે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin) અને નેહા શર્મા (Neha Sharma)ની જોડી ટૂંક સમયમાં જ ફિલ્મ 'જોગીરા સારા રા રા' (Jogira Sara Ra Ra)માં નજર આવશે. આ ફિલ્મ અંગે નેહા શર્માએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એખ વીડિયો શેર કર્યો છે. જેમાં નેહા નવાઝની સાથે નજદીકિયા વધારવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં નેહા નવાઝુદ્દીનની નજીક જતી નજર આવે છે. 'મને આપ ખુબ જ ક્યૂટ લાગ્યા.. ચલો એક બીજાને જાણીયે..' તેનાં જવાબમાં નવાઝુદ્દીન કહે છે, 'aawww.. ઓકાતમાં રહો.'

નેહા શર્માનો આ વીડિયો ફેન્સ ઘણો પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોને ખુબજ મજાકિયા અંદાજમાં બનાવવામાં આવ્યો છે. ફિલ્મ 'જોગીરા સારા રા રા'માં એક્ટ્રેસ નેહા શર્મા નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહી છે. આ બંનેનો ફની વીડિયો ફિલ્મી સેટનો છે.

ફિલ્મ જોગીરા સારા રા રા હાલમાં ચાલુ છે. ફિલ્મનું શૂટિંગ લખનઉની પાસે બારાબંકી શહેરમાં થઇ રહ્યું છે. આ ફિલ્મમાં બંને ઉપરાંત સંજય મિશ્રા અને મિમોહ ચક્રવર્તી પણ છે. ફિલ્મ નિર્દેશન કૃષ્ણા નંદી કરી રહ્યાં છે. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે.

એક્ટરનો નવો મ્યૂઝિક વીડિયો 'બારિશ કી જાયે' (Baaris Ki Jaaye)એ પહેલી વખત અરવિંદર ખૈરા, સંગીતકાર જાની અને બી પ્રાકની સાથે કામ કર્યો છે. આ મ્યૂઝિક વીડિયોમાં નવાઝની સાથે કામ કરતો નજર આવે છે.
Published by: Margi Pandya
First published: March 28, 2021, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading