SUSHANT SINGH RAJPUTને ડ્રગ્સ સપ્લાય કરનારા પેડલરની ધરપકડ, ગોવામાંથી ઝડપાયો

News18 Gujarati
Updated: March 9, 2021, 10:07 AM IST
SUSHANT SINGH RAJPUTને ડ્રગ્સ સપ્લાય કરનારા પેડલરની ધરપકડ, ગોવામાંથી ઝડપાયો
સુશાંત સિંહ રાજપૂત કેસ

NCBએ આ અટકાયત મુંબઇ અને ગોવાની ટીમની સાથે અલગ અલગ ઓપરેશનમાં મળીને કરી છે. બે વિદેશી નાગરિકોની સાથે મહારાજની ધરપકડ થઇ છે. NCB મુજબ મહારાજ અનુજ કેસવાની અને રીગલ મહાકાલને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનનાં નવ મહિના ઉપર થઇ ગયા છે. સુશાંતનાં નિધન બાદ ડ્રગ્સ એંગલ (Drug Angle) સામે આવવાંથી ઘણાં રહસ્યો ખુલી શકે છે. હવે આ કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને મોટી સફળતા હાથ લાગી છે. NCBએ આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ લોકોમાંથી એક તે વ્યક્તિ છે જે સુશાંત સિંહ મામલામાં ધરપકકડ હેઠળ મોટા ડ્રગ્સ પેડલર (Drug Pedler) અનુજ કેસવાનીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ વ્યક્તિનું નામ હેમંત સાહ ઉર્ફે મહારાજ જણાવવામાં આવી રહ્યું છે. તેની ગોવાનાં મીરામારથી ધરપકડ થઇ છે.

NCBએ આ અટકાયત મુંબઇ અને ગોવાની ટીમની સાથે અલગ અલગ ઓપરેશનમાં મળીને કરી છે. બે વિદેશી નાગરિકોની સાથે મહારાજની ધરપકડ થઇ છે. NCB મુજબ મહારાજ અનુજ કેસવાની અને રીગલ મહાકાલને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તેની NCBની ટીમ પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે. ખબર મજુબ, આ મામલે હજુ તપાસ ચાલુ જ છે. સૂત્રો મજુબ આ મામલે મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યો છે. અને કેટલાંયે ડ્રગ્સ સપ્લાયરની અટકાયત થઇ ગઇ છે.

આ મામલે ગત અઠવાડિયે જ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની ચાર્જશીટ NDPS કોર્ટમાં દાખલ કરી છે. NCBનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનાં સેશંસ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી ચે. આશરે 30,000 પન્નાની ચાર્જશીટમાં 80 ટકા ટેક્નિકલ પૂરાવા શામેલ છે. હાર્ડ કોપીમાં 12,000થી વધુ પન્નામાં ડિજિટલ રૂપમાં (સીડી રૂપે) આશરે 50,000 પન્ના આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2020માં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બે અલગ અલગ FIR દાખલ કરીને બોલિવૂડમમાં ફેલાયેલાં ડ્રગ્સ સિન્ડિકેટની તપાસ શરૂ કરી હતી. 'સુશાંત કેસ' સાથે જોડાયેલાં ડ્રગ્સ મામલે NCBએ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સુશાંતનાં મેનેજર, નોકર અને કેટલાંક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. રિયા ચક્રવર્તીને આશરે એક મહિનો જેલની હવા પણ આ મામલે ખાવી પડી હતી.
Published by: Margi Pandya
First published: March 9, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading