એજાઝ ખાનની ટીપ પર NCBએ TV એક્ટરનાં ત્યાં પાડી રેડ, મળ્યું ડ્રગ્સ

News18 Gujarati
Updated: April 3, 2021, 4:29 PM IST
એજાઝ ખાનની ટીપ પર NCBએ TV એક્ટરનાં ત્યાં પાડી રેડ, મળ્યું ડ્રગ્સ
એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ

આ રેડમાં NCBએ ઘણાં પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. જોકે, રેઇડ પહેલાં જ એક્ટરને તેનો અણસાર મળી ગયો હતો તેથી તે ઘરેથી ફરાર થઇ ગયો હતો. આ એક્ટર કોણ છે જેનાં ઘરે NCBએ છાપામારી કરી છે તે અંગે હાલમાં ખુલાસો કર્યો નથી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: NCBએ ડ્રગ્સ (Drugs) સાથે જોડાયેલાં મામલામાં એક્ટર એજાઝ ખાન (Ajaz Khan)ની સતત પૂછપરછ કરી રહી છે. NCBએ ગત રાત્રે ધરપકડમાં લીધેલાં એક્ટર એજાઝ ખાનની ટીપને આધારે લોખંડવાલા વિસ્તારમાં રહેતાં એક ટીવી એક્ટરને ત્યાં છાપામારી કરી હતી. આ છાપામારીમાં NCBને ઘણાં પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. જોકે, રેઇડ પહેલાં એક્ટરને તેનો અણસાર આવી ગયો તો જેથી તે ઘરમાંથી ફરાર થઇ ગયો હતો.

આપને જણાવી દઇએ કે, ટીવી એક્ટરની સાથે તે ઘરમાં એક વિદેશી મહિલા પણ રહેતી હતી. તે પણ ઘરમાંથી ફરાર છે. હવે તપાસ એજન્સી બંનેની શોધમાં છે. આ એક્ટર કોણ છે જેનાં ઘરે NCBએ રેઇડ પાડી છે તેનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી.એજાઝની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે રાજસ્થાનથી મુંબઇ પરત આવી રહ્યો હતો. કલાકોની પૂછપરછ બાદ તેની ઘરપકડ કરી લેવામાં આવી હતી. NCBની ટીમ એજાઝનાં અંધેરી અને લોખંડવાલા સ્થિત ઠેકાણે રેઇડ પાડી હતી. જોકે, કોર્ટ જતા સમયે એજાઝે મીડિયાને કહ્યું હતું કે, તેનાં ઘરે રેઇડ દરમિયાન ચાર ઉંઘની ગોળી મળી હતી. જે તેની પત્ની લે છે. NCBએ કોર્ટમાં કહ્યું હતું કે, તેમને ગત દિવસોમાં ડ્રગ્સ મામલે ધરપકડમાં લેવાયેલાં શાદાબ બટાટા અને એજાઝ ખાન વચ્ચે કનેક્શન મળ્યું હતું. NCBને તેમની વોટ્સએપ ચેટ મળી હતી. અને વોઇસ નોટ્સ મળ્યાં હતાં. જે આ વાતની પુષ્ટિ કરે છે કે ડ્રગ્સ કેસમાં એજાઝની સંડોવણી છે.

NCB અને એજાઝનાં વકીલની દલિલ સાંભળ્યા બાદ કોર્ટે એજન્સીની માંગણી મંજૂર કરી હતી અને એજાઝનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
Published by: Margi Pandya
First published: April 3, 2021, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading