નેહા કક્કડ અને રોહનપ્રીતે કર્યો હતો 'મિલે હો તૂમ હમકો..' પર ડાન્સ, VIDEO VIRAL

News18 Gujarati
Updated: October 31, 2020, 1:38 PM IST
નેહા કક્કડ અને રોહનપ્રીતે કર્યો હતો 'મિલે હો તૂમ હમકો..' પર ડાન્સ, VIDEO VIRAL
નેહા અને રોહનપ્રીતે કર્યો સુંદર રોમેન્ટિક ડાન્સ

નેહા કક્કડ (Neha Kakkad) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)એ રિંગ સેરેમનીનાં કેટલાંક વીડિયો સામે આવ્યાં છે જેમાં બંને સ્ટેજ પર રોમેન્ટિક સોન્ગ 'મિલે હો તુમ હમકો ' પર રોમેન્ટિક ડાન્સ કરતાં નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ (Neha Kakkar) અને રાઇઝિંગ સ્ટાર ફેઇમ રોહન પ્રીત સિંહ (Rohanpreet Singh) હાલમાં જ લગ્નનાં બંધનમાં બંધાયા છે. તેમનાં લગ્નનો વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. બંનેની જોડી ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનr રિંગ સેરેમનીનાં કેટલાંક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે જેમાં બંને સ્ટેજ પર 'મિલે હો તુમ હમકો' સોન્ગ પર ડાન્સ કરતાં નજર આવે છે. વીડિયોમાં રોહનપ્રીત સિંહ અને નેહાનો ક્યૂટ અંદાજ પણ જોવા મળી રહ્યો છે. નેહા અને રોહનનાં વીડિયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવ્યાં છે.


View this post on Instagram

#NehuPreet 's Ring Ceremony... Damn Beautiful ♥️✨ . #NehaKakkar #RohanpreetSingh #ShikhaSquad #NeheartShikha


A post shared by Neha Kakkar ♥ (@neheartshikha) on


નેહા કક્કડ અને રોહન પ્રીત સિંહનાં આ વીડિયોમાં રોહન તેને ઘુટણે બેસીને પ્રપોઝ કરતો પણ નજર આવે છે. જે જોઇને નેહા ઘણી જ ખુશ દેખાય છે અને બંને એકબીજાને ગળે લગાવી લે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ જોવાઇ રહ્યો છે. આ સાથે જ ફેન્સ આ વીડિયો પર ખુબ બધી કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. નેહા પિંક ટ્રેડિશનલ અવતારમાં નજર આવે છે તો રોહનપ્રીત વ્હાઇટ સૂટ અને પિંક પાઘડીમાં નજર આવે છે.
આ ઉપરાંત નેહાં અને રોહને મેરે હાથ મે તેરા હાથ હો.. સારી જન્નતે તેરે સાથ હો.. સોન્ગ પર ડાન્સ કર્યો હતો.
સંગીત સેરેમની ઉપરાંત નેહા અને રોહનપ્રીતનાં લગ્નનાં પણ ઘણાં વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેમનાં ફેરા અને રિસેપ્શનનાં વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં શેર થયા છે. નેહા અને રોહનપ્રીત સિંહેનું ગીત નેહૂ દા વ્યા પણ રિલીઝ થયુ છે જેને પણ ફેન્સે ઘણું પસંદ કર્યું છે.
Published by: Margi Pandya
First published: October 31, 2020, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading