ભારતમાં લોકો દ્વારા 'નેશનલ જીજૂ' કહેવાતા, નિકે આપ્યું રિએક્શન

News18 Gujarati
Updated: December 13, 2020, 5:37 PM IST
ભારતમાં લોકો દ્વારા 'નેશનલ જીજૂ' કહેવાતા, નિકે આપ્યું રિએક્શન
નિક જોનાસ

નિક જોનસ (Nick Jonas)એ બે વર્ષ પહેલાં બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સાથે લગ્ન કર્યા હતાં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનસ (Nick Jonas) એ બે વર્ષ પહેલાં બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ લગ્ન કર્યા હતાં. અને આ જોડી ત્યારથી જ એક સ્ટ્રોન્ગ કપલ માનવામાં આવે છે. હાલમાં જ પ્રિયંકા અને નિક હવે બેબી પ્લાનિંગ અંગે વિચારી રહ્યાં છે. બંને હસ્તીઓએ હાલમાં જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચિત કરતાં તેમનાં ફેન્સનાં સવાલોનાં જવાબ આપ્યા હતાં. નિકે જણાવ્યું કે, ભારત દેશથી કેવો પ્રેમ છે. તેને અહીંની સંસ્કૃતિ અંગે જાતે જ વધુ માહિતી મેળવી છે. તેને ભારતમાં લોકો દ્વારા 'જીજા' કહેવાતાની વાત પર પોતાની પ્રતીક્રિયા આપી છે.

'જીજૂ' કહેવાત નિકે કહ્યું કે, મને લાગે છે કે, 'પ્રિયંકા એક રીતે દેશની બહેન છે અને હું તે બહેનનો પતિ બનીને ખુશ છું.' તો, પ્રિયંકાએ કહ્યું કે, તેમણે જ્યારે લગ્ન કર્યા તો, તે સમયે સોસિયલ મીડિયાપર તેને 'નેશનલ જીજૂ' ટ્રેન્ડ થવાનું શરૂ થયુ હતું. પ્રિયંકા અને નિકનાં લગ્નની બીજી વર્ષગાંઠ પર નિકે તેમનાં લગ્નની બીજી વર્ષની અનદેખી તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.

નિકની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રિયમકાએ તેને તેનો 'બોલિવૂડ હિરો' કહ્યો હતો. હાલમાં પ્રિયંકા અને નિક લંડનમાં છે, આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર લોકો તેમની તસવીરોને ખુજ લાઇક કરે છે.
View this post on Instagram


A post shared by Nick Jonas (@nickjonas)


બોલિવૂડથી એક્ટિંગની શરૂઆત કરનારી પ્રિયંકા હોલિવૂડ પહોંચી ગઇ છે. તે બોલિવૂડ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર' અને હોલિવૂડ ફિલ્મ 'મેટ્રિક્સ 4' અંગે ઘણી વ્યસ્ત છે.
Published by: Margi Pandya
First published: December 13, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading