ફિલ્મ 'Mary Kom' નો રોલ નોર્થ-ઈસ્ટ એક્ટ્રેસને મળવો જોઈતો હતો, જાણો Priyanka Chopra આખરે શા માટે આ બાબતે સહમત થઈ
News18 Gujarati Updated: January 15, 2022, 7:00 PM IST
મેરી કોમ અને પ્રિયંકા ચોપરા
bollywood news:અમુક બાયોપિક સફળતાનાં શિખરે પહોંચે છે, તો અમુકને જોઈએ તેવી સફળતા મળતી નથી. આવી જ બાયોપિક વર્ષ 2014માં ભારતીય મહિલા બોક્સર મેરી કોમ (Mary Kom)ના જીવન પર બનાવવામાં આવી હતી.
મુંબઈ : બોલિવૂડ (Bollywood)માં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક્સ (Biopics) બનાવવાનો ક્રેઝ (Craze) જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક પછી એક બાયોપિક ફિલ્મો (Films) રિલીઝ થઈ રહી છે. જેમાં જોઈએ તો, અમુક બાયોપિક સફળતાનાં શિખરે પહોંચે છે, તો અમુકને જોઈએ તેવી સફળતા મળતી નથી. આવી જ બાયોપિક વર્ષ 2014માં ભારતીય મહિલા બોક્સર મેરી કોમ (Mary Kom)ના જીવન પર બનાવવામાં આવી હતી. જેમાં મેરી કોમનું પાત્ર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)એ ભજવ્યું હતી. પરંતુ હવે આખરે પ્રિયંકા ચોપડાએ પોતે એ બાબતે સહમત થઈ છે કે, આ રોલ કોઈ નોર્થ - ઈસ્ટ એક્ટ્રેસ (Actress)ને મળવો જોઈતો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...
મણિપુરની વતની મેરી કોમ એ સ્ટાર ખેલાડી છે, જે 6 વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની વિજેતા રહી છે. જેના જીવન પર ડાયરેક્ટર ઓમંગ કુમારે 'મેરી કોમ' ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મે 62માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મ પ્રિયંકા ચોપડા માટે પણ સારી રહી હતી. પરંતુ આ ફિલ્મની કાસ્ટિંગ પર ઘણા સવાલો ઉભા થયા હતા.
લોકોનું માનવું હતું કે, ફિલ્મમાં મેરી કોમનો રોલ કરવા માટે નોર્થ-ઈસ્ટ એક્ટ્રેસને લેવી જોઈએ. મેરી કોમ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની કો-સ્ટાર લિન લેશરામે પણ વર્ષ 2021માં બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "નોર્થ-ઈસ્ટ માં ખૂબ સારા કલાકારો છે અને આ ભૂમિકા ઉત્તરની અન્ય અભિનેત્રીને આપવી જોઈતી હતી."
તાજેતરમાં પ્રિયંકાએ વેનિટી ફેરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાના કરિયર વિશે ઘણું જણાવ્યું હતું. ત્યારે કહી શકાય કે, ફિલ્મ મેરી કોમની કાસ્ટિંગને લઈને વારંવાર ઉઠેલા સવાલો બાદ 19 મિનિટના આ વીડિયોમાં પ્રિયંકા ચોપડા ફિલ્મ 'મેરી કોમ' વિશે પણ વાત કરતી જોઈ શકાયછે. ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા કહે છે, "હું ક્યાંય મેરી કોમ જેવી દેખાતી નથી.
તે નોર્થ - ઈસ્ટ ભારતની છે અને હું ઉત્તર ભારતની છું, અમે શારીરિક રીતે એક જેવા દેખાતા નથી. જો આપણે તેની વાત કરીએ તો હા, તે રોલ એવી એક્ટ્રેસને મળવો જોઈતો હતો જે નોર્થ ઈસ્ટની હોય, પરંતુ એક એક્ટર હોવાને કારણે મને તેની વાર્તા કહેવાનો મોકો મળે તે લોભમાં મેં એ ફિલ્મ કરી. કારણ કે તેણે મને ખુબ પ્રેરણા આપી છે."
આ પણ વાંચોઃ-જાણો Pop song 'દીવાને તો દીવાને હૈ'ની ગાયિકા Shweta Shetty હાલ ક્યાં અને કઈ સ્થિતિમાં છે, 90ના દાયકામાં હિટ થયું હતું આ ગીતપ્રિયંકા આગળ જણાવે છે કે મેરી કોમનું પાત્ર ભજવવા માટે તેણે ઘણી મહેનત કરી હતી. તેણે કહ્યું, "હું ગયો અને મેરીને મળ્યો, તેના ઘરે સમય વિતાવ્યો. મેં રમત શીખવા માટે 5 મહિના સુધી તાલીમ લીધી, જે આસાન ન હતું. મારા માટે એથલીટ તરીકે આકારમાં આવવું શારીરિક અને માનસિક રીતે ખૂબ મુશ્કેલ હતું." તે કહે છે કે ફિલ્મ ‘મેરી કોમ’ તેની સૌથી ખાસ ફિલ્મોમાંની એક છે. પ્રિયંકા ચોપડા છેલ્લે વર્ષ 2021માં હોલીવુડની સાય-ફાઈ ફિલ્મ ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સમાં જોવા મળી હતી.
આ પણ વાંચોઃ-Hunarbaaz: ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચીયાએ વ્યક્ત કર્યું દુઃખ! કહ્યું- 'લોકો ટોણા મારતા હતા કે...'
નોંધનીય છે કે, હવે ટૂંક સમયમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન ઝુલન ગોસ્વામી પર બાયોપિક બની રહી છે. આ બાયોપિક ફિલ્મનું નામ 'ચકડા એક્સપ્રેસ' છે, જેનો ફર્સ્ટ લૂક લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉન્ચ થતાં જ લોકો કહેવા લાગ્યા કે અનુષ્કા આ રોલ માટે યોગ્ય નથી, કારણ કે તેની બંગાળી ભાષા સહજ લાગી રહી નથી. અનુષ્કાની જગ્યાએ કોઈ બંગાળી અભિનેત્રીને લેવામાં આવી હોત તો સારું હોત.
Published by:
ankit patel
First published:
January 15, 2022, 6:49 PM IST