રસપ્રદ સ્ટોરી : ઓ. પી. નય્યરને લતા મંગેશકરનો અવાજ ગમતો ન હતો, ગાયક પર હતી શંકા

News18 Gujarati
Updated: January 16, 2022, 11:18 AM IST
રસપ્રદ સ્ટોરી : ઓ. પી. નય્યરને લતા મંગેશકરનો અવાજ ગમતો ન હતો, ગાયક પર હતી શંકા
ઓ. પી. નય્યરને લતા મંગેશકરનો અવાજ ગમતો ન હતો

ઓ.પી. નૈય્યરે (O P Nayyar) બોલિવૂડને ઘણા સુપરહિટ ગીતો આપ્યા. તેમણે તે જમાનાના દરેક ગાયક સાથે કામ કર્યું માત્ર એકને છોડી. એ સિંગર અન્ય કોઈ નહી લતા મંગેશકર (Lata Mangeshkar) હતી

  • Share this:
O. P. Nayyar Birth Anniversary : આજે ઓ.પી. નૈય્યરની જન્મજયંતિ છે. ઓ. પી નય્યરનું પૂરું નામ ઓંકાર પ્રસાદ નૈય્યર (O P Nayyar) હતું. તેમનો જન્મ 16 જાન્યુઆરી 1926ના રોજ લાહોર, પાકિસ્તાનમાં થયો હતો. તેઓ બોલિવૂડના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય અને પ્રિય ગીતકાર હતા. તેમને ફિલ્મ સંગીતકાર, ગાયક-ગીતકાર અને સંગીત નિર્માતા તરીકે પણ ગણવામાં આવે છે. તેમણે બોલિવૂડને ઘણા સુપરહિટ ગીતો આપ્યા. તેમણે તે જમાનાના દરેક ગાયક સાથે કામ કર્યું માત્ર એકને છોડી. એ સિંગર અન્ય કોઈ નહી લતા મંગેશકર હતી.

લતા મંગેશકર (Lata Mangeshkar Health Update) ને તે યુગની શ્રેષ્ઠ અને લોકપ્રિય ગાયિકા માનવામાં આવતી હતી. પરંતુ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું ન હતું જ્યારે ઓ. પી. નય્યર અને લથા બંને પોતપોતાની કેટેગરીમાં ટોચ પર હતા. દરેક ફિલ્મ નિર્માતા અને અભિનેતા-અભિનેત્રી ઓ ઇચ્છતા હતા કે, ઓ.પી. નય્યર અને લતા મંગેશકર તેમના માટે સાથે મળીને કામ કરે છે. પરંતુ આ થઈ શક્યું નહીં. આનો, ઓ. પી. નય્યરે ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.

નય્યરને લતાનો અવાજ પસંદ ન હતો

ઓ. પી. નય્યરે 2003માં સંગીત સિનેમાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મેં તેમને મારા કોઈપણ ગીતો માટે ક્યારેય બોલાવ્યા નથી. મને એક પોપ્યુલર, ભરેલા ગળાવાળા, અને કામુક અવાજની જરૂર હતી, અને તેમની પાસે થ્રેડ-પાતળો અવાજ હતો જે મારા સંગીતમાં ફિટ થતો ન હતો. મને સૌંદર્યની પ્રેરણા મળે છે. લતા તેમના સાદા, સરળ દેખાવ સાથે મને સંગીતકાર તરીકે ક્યારેય પ્રેરણા આપી શક્યા નહીં!”

લતાજી ઘણા સંગીતકારોને ઊંચાઈ પર લઈ ગયા

ઓ. પી. નય્યરે વધુમાં જણાવ્યું હતું કે, “મેં લતા સાથે ક્યારેય કામ કર્યું નથી તેમ છતાં હું તેમને ભારતની નંબર વન સિંગર માનું છું. આશા ભોંસલેએ તેમનું સ્થાન લેવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ ક્યારેય સફળ ન થઈ શક્યા. લતા સર્વોપરી હતી, ભગવાને તેમને સુંદર અવાજ આપ્યો છે! લગભગ કોઈપણ સંગીતકાર સાથે તેમનું કામ - પછી તે મદન મોહન, રોશન, એસ.ડી. બર્મન કે શંકર- જયકિશન, દરેક સાથે શ્રેષ્ઠ રહ્યા. જરા વિચારો, શમશાદ કે બીજું કોઈ મદન મોહનની ગઝલો ગાઈ રહ્યું છે. તે કદાચ તે કલાત્મક ઊંચાઈ સુધી પહોંચી શક્યા ન હોત, જે તેમણે લતાના અવાજથી મેળવ્યું."આ પણ વાંચોલતા મંગેશકર માટે મુશ્કેલ ભર્યા હતા સ્ટ્રગલના દિવસો, આંખો ભીંજવી દે તેવી સ્ટોરી

લતા મંગેશકર પર શંકા કરતા હતા. ઓ.પી. નય્યર

ઓ. પી. નય્યરે વધુમાં જણાવ્યું હતું કે, “આ બધા વચ્ચે અમારી વચ્ચે સારા સંબંધો હતા પરંતુ તેમ છતાં મને તેમના પર શંકા હતી. મને યાદ છે, એકવાર તેણીએ મને લંચ માટે આમંત્રણ આપ્યું અને પહેલા તે શું ખાતા હતા તે જોતો અને પછી હું તેના પછી તે જ વસ્તુ ખાતો હતો!”
Published by: kiran mehta
First published: January 16, 2022, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading