અબરામનાં B'day પર બહેન સુહાનાએ વરસાવ્યો પ્રેમ, 8 વર્ષનો થયો શાહરૂખ- ગૌરીનો લાલ

News18 Gujarati
Updated: May 27, 2021, 9:48 AM IST
અબરામનાં B'day પર બહેન સુહાનાએ વરસાવ્યો પ્રેમ, 8 વર્ષનો થયો શાહરૂખ- ગૌરીનો લાલ
(PHOTO- @SuhanaKhan instagram)

આજે અબરામ (Abram Birthday)નાં બર્થ ડે પર સુહાનાએ તેને ખાસ અંદાજમાં વિશ કર્યું છે. સુહાના (Suhana Khan)એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અબરામ સાથે મસ્તી કરતો એક વીડિયો શેર કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)નાં નાના દીકરા અબરામ (Abram) આજે તેનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તે આઠ વર્ષનો થઇ ગયો છે. આ સમયને ખાસ બનાવતા અબરામની બહેન સુહાના ખાને તેને જન્મ દિવસની વધામણી આપી છે. અબરામનો જન્મ 27 મે 2003નાં સરોગસીથી થયો છે. સુહાના અબરામ વચ્ચેનો પ્રેમ ઘણી વખત જાહેરમાં જોવા મળે છે.

આજે અબરામ (Abram Birthday)ને જન્મ દિવસ પર સુહાનાએ તેને ખાસ અંદાજમાં વિશ કર્યુ છે. સુહાના (Suhana Khan)એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અબરામની સાથે મસ્તી કરતો એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને પૂલમાં છે અને આ વીડિયો સુહાનાએ સેલ્ફીનાં રૂપમાં બનાવ્યો છે. અને અબરામ તેને ગળા પર કિસ કરતી નજર આવી રહી છે. વીડિયો શેર કરતાં સુહાના લખે છે, 'બર્થ ડે બોય'. સુહાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(PHOTO- @SuhanaKhan instagram)


અબરામની ફેન ફોલોઇંગ કોઇ સ્ટારથી કમ નથી. તેની દરેક તસવીર પોસ્ટ થતાં જ વાયરલ થઇ જાય છે. અબરામનાં નામે સોશિયલ મીડિયા પર ઘણાં ફેન પેજ બનેલાં છે જે લાખો લોકો ફોલો કરે છે. અબારમ (Happy Birthday Abram)ની ક્યૂટનેસનાં આજે કરોડો દિવાના છે. આપને જણાવી દઇએ કે, અત્યારે કેટલાંક દિવસો પહેલાં જ અબરામની બહેન સુહાનાએ પણ તેનો 21મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સુહાનાની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
Published by: Margi Pandya
First published: May 27, 2021, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading